________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ દિવસ-નામ કેમ નિવારણ પૂજા
( ૧૪૧
તારા જે નાથ મને મળ્યો નથી. ૩. પાંચમું બંધનનામકમ ને છ સંઘાતનામકર્મ પાંચ શરીરના નામ પ્રમાણે પાંચ પાંચ પ્રકારે છે એટલે તેના બાધક-બાંધનારને ગ્રાહક મેળવનાર પણ પાંચ પ્રકારે છે. સાતમું સંઘયણનામકર્મ છ પ્રકારે છે. તેમાં પહેલા વાહષભનારાચ સ ઘયણથી જીવ કેવળી થઈને મે જઈ શકે છે. બાકી બીજા માત્ર સંસારના જ હેતુરૂપ ઋષભનારા, નારા ચ, અર્ધનારાચ, કાલિકા ને છેવ - એ પાંચ પ્રકાર છે. તેમાં આ પંચમ કાળમાં તે છેવટું સંઘયણ જ છે. રત્ન સમાન શરીરે ગયા ને અત્યારે કાચ સમાન શરીરે રહ્યા છે. ૪–૫. આઠમું સંસ્થાનનામકર્મ છ પ્રકારે છે. સમચૌરસ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુમ્ભ અને હુંક–તેમાં હુંડક સંસ્થાનવાળાનું તો એક અંગ પાધરું હેતું નથી. ત્યારપછી વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ એ ચાર નામ કર્મ નવમી, દશમા, અગિયારમા ને બારમા છે. તેના અનુક્રમે ૫–૨–૫-૮ એમ વીશ ભેદ થાય છે. તેમાંથી ૧૬ એક સાથે ગ્રહણ કરાય છે કારણ કે આઠ પ્રકારના સ્પર્શમાં ચારચાર પરસ્પર વિરોધી હોવાથી આઠ સાથે ગ્રહણ કરાતા નથી. જીવને ગ્રહણ કરવા આઠ પ્રકારની વણઓ છે. તે રાગ દ્વેષના રસને વશ થયેલો ઘેળના પરિણામવાળે આત્મા યથાયોગ્યપણે ગ્રહણ કરે છે. ૬–૭. તેરમું અનુપૂર્વનામકર્મ છે, તે ચાર ગતિ પ્રમાણેને ચાર નામવાળું છે. તે અનુપૂર્વનામકર્મના ઉદયથી નાથે બાંધેલા વૃષભની જેમ આ જીવ તેણે બાંધેલી ગતિરૂપ ઘરમાં જાય છે. ચૌદમું અશુભ ને શુભવિહાગતિનામક છે. તે બંને પ્રકારની ચાલ છેડી દઈને શુભવીર પરમાત્માને હાથે વળગો કે જેથી હે આત્મા ! તમારું કલ્યાણ થાય. ૮.
* વૃષભ ને હંસની જેવી ચાલવાળી સારી ગતિ તે શુભવિહાર ગતિ અને ઉંટ ને ગર્દભાદિની જેની નઠારી ગતિ તે અશુભવિહાગતિ જાણવી.
For Private and Personal Use Only