________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ
હવે થાવરદશકનામકર્મની દશ પ્રકૃતિ સમજાવે છે–પ્રથમ સ્થાવરનામકર્મના ઉદયથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ એ પાંચે સ્થાવર કહેવાય છે. અને બીજા સૂક્ષ્મનામકર્મના ઉદયથી થયેલા એ પાંચે સ્થાવર સૂક્ષ્મવડે આ લેક સર્વત્ર ભરેલે છે. ૨. ત્રીજા અપર્યાપ્ત નામકર્મને ઉદયથી જીવ સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરણ પામે છે. જેથી સાધારણુનામકર્મના ઉદયથી જીવ સાધારણું વનસ્પતિકાયમાં ઉપજે છે કે જેમાં એક શરીરમાં અનંતા. જી રહેલા હોય છે. ૩. પાંચમા અસ્થિરનામકર્મના ઉદયથી શરીરના અમુક અંગ-ઉપાંગ અસ્થિર જેવામાં આવે છે. છઠ્ઠા અશુભનામકર્મના ઉદયથી નાભિ નીચેને ભાગ અશુભ ગણાય છે અને સાતમા દુર્ભ નામકર્મના ઉદયથી જીવ લેકમાં અનિષ્ટ લાગે તે થાય છે. ૪. આઠમા દુ:સ્વરનામકર્મના ઉદયથી તેને સ્વર લોકમાં ગમતું નથી અને દુ:ખનું ધામ થાય છે. નવમા અનાદેયનામકર્મના ઉદયથી તેનું વચન પણ લેકમાં ગ્રહણ કરાતું નથી-ગમતું નથી. ૫. દશમા અપયશનામકર્મના ઉદયથી ખેદનું કારણ આપ્યા વિના પણ લકે તેને નિદે છે. આ દશ પ્રકૃતિમાંથી એકે પ્રકૃતિ શ્રી શુભવીર પરમાત્માને હોતી નથી, કારણ કે તેમણે નામકર્મને સર્વથા ક્ષય કરેલ છે. ૬.
કાવ્યને અર્થ પૂર્વવતુ. મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-સ્થાવરદશકનું નિવારણ કરવા માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only