________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦)
• ચેસઠ પ્રકારી પૂજા–સાથે
શરીરમાં ખેડખાંપણ, શરીરે કાળે, નીલે અને ઘણું જાડે એ બધું અશુભ નામકર્મના ઉદયથી થાય છે. ૩. રૂપે હરિ એટલે વાસુદેવ તેમજ બી કહેતાં બળદેવ જેવા થાય છે તે શુભ નામકમના ઉદયથી થાય છે, તેમજ મધ્યમ રીતનું શરીર અને પીળે, ઉજ્વળ કે રાતે શરીરને વાન તે પણ શુભ નામકર્મથી થાય છે. ૪. જૈન ધર્મમાં રક્ત રહે, ગુણી જનેના ગુણગ્રામ ગાય, તે તેથી શુભ નામકર્મ બંધાય અને તેથી ઈતર રીતે–વિપરીત રીતે વતે તે અશુભ નામકર્મ બંધાય છે. એવા નામકર્મને સર્વથા દૂર કરીને જે જીવે ભવને પાર પામી ગયા છે તે સિદ્ધપણે અરૂપી થયા છે. તે પદ પામવા માટે તે પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાની છે. ૬.
ઢાળનો અર્થ નામકર્મની પિડપ્રકૃતિ ચૌદ છે. તેમને પખાળવા માટે– દૂર કરવા માટે હું શ્રી અરિહંતને જળવડે અભિષેક કરું છું કે જેમની જ્ઞાનદશા અત્યંત રળિયામણું છે – મનહર છે. એવા જ્ઞાનીઓ જ કર્મને અંત કરે છે. જ્ઞાનીની ગોઠડી–મિત્રાઈ ઘણું મીઠી છે. ૧. એ ચૌદ પિડપ્રકૃતિમાં પ્રથમ ગતિનામકર્મ નરગતિ, દેવગતિ, નરકગતિ ને તિર્યંચગતિ–એમ ચાર પ્રકારે છે. બીજું જાતિનામકર્મ એકેંદ્રી, વિકસેંદ્રી એટલે બેઈદ્રિય, તેઈદ્રિય ને ચહેંદ્રિય તથા પંચંદ્રિય એમ પાંચ પ્રકારે છે. તે જાતિનામના ઉદયથી હું એકેંદ્રિયપણે વૃક્ષ, બેઈદ્રિયપણે કીડે, તેઈદ્રિયપણે કીડી, ચૌરેંદ્રિયપણે માખી અને પચેંદ્રિયપણે મનુષ્ય વિગેરે થયે છું. મારી બુનીયાતના હું શા વખાણ કરું? ૨. ત્રીજા શરીરનામકર્મના દારિક વૈકિય, આહારક, તેજસ અને કાર્યણ–એમ પાંચ ભેદ છે. તેમાં તેજસ ને કામણને તે અનાદિ સંબંધ છે. ચેથા અંગે પાંગનામકર્મના પ્રથમના ત્રણ શરીરરૂપ ત્રણ ભેદ છે. તેને ટાળવા માટે આજ સુધી
For Private and Personal Use Only