________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦) ચાસઠ પ્રકારી પૂજા-સાથે ફળેલી હોય છે અને ધર્મરાજ એવા જિનરાજ આજ તા( સરલતા)રૂપ ગેરી[ સ્ત્રી]ની સાથે હોરી ખેલે છે. ૨.
વીરપ્રભુ મેહુરાજાને નષ્ટ કરવા–તેની સાથે યુદ્ધ કરવા નીકળ્યા તે વખતે સંતેષરૂપી મેટે મંત્રી આગળ રહેલ છે અને તે સમકિતરૂપી મંડળીને સ્વામી છે. પાંચ મહાવ્રતરૂપ પાંચ સામંતે સાથે છે અને માર્દવરૂપ હાથી સાથે રહ્યો તે ગજારવ કરી રહ્યો છે. ચરણસિત્તરી ને કરણસિત્તરારૂપ પાયદળ સેના સાથે ચાલે છે. તેને સેનાની શ્રુતબોધ નામને છે અને ( અઢાર હજાર) શીલાંગરૂ૫ રથ ઉપર સાંઈ સ્વામી બિરાજેલા છે તેમ જ અધ્યવસાયરૂપ યુદ્ધ થવાનું છે. ૩-૪.
હવે મેહરાજા પણ તે વખતે ત્યાં આવ્યો. તેની સાથે માયારૂપ પ્રિયા છે, કામદેવરૂપ પુત્ર છે, લેભરૂપ મંત્રી છે અને દુર્ધર ક્રોધરૂપ સુભટે છે. હાસ્યષટ્રક નામને મેહરાજાને બેસવાને રથ છે. એને મંડળિક રાજા મિથ્યાત્વ નામે છે તે ઘણે આકરે છે. તે મિથ્યાત્વમેહનીને બંધ ને ઉદય પહેલાં મિથ્યાત્વ ગુણઠાણ સુધી જ છે, સમકિતમોહની ને મિશ્રમેહનીરૂપ તેના બે નાના ભાઈ છે. મિશ્રમેહનીને ઉદય ત્રીજે ગુણઠાણે જ છે અને સમતિમોહનીને ઉદય સાતમા ગુણઠાણા સુધી છે. (બંધમાં તે એ બે પ્રકૃતિ છે જ નહીં.) પ-૬. મિથ્યાત્વ મેહનીને સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સીત્તેર કડાકડી સાગરોપમને છે, તે ત્રણે દર્શન મેહનીની સત્તા ચેથાથી અગિયારમા સુધી આઠ ગુણઠાણે છે; અને તે મિથ્યાત્વ મંડળિક રાજા અનંતાનુબંધી માનરૂપી હસ્તી ઉપર બેસીને ધાંધલ કરતે ચાલે છે. ૭. એવામાં મેહરાજાના સિન્યનું રક્ષણ કરનાર જે આત્મા વિભાવદશામાં વત હતો તેનું મન જિનેશ્વરે પલટાવ્યું એટલે તરતજ મેહરાજ.
For Private and Personal Use Only