________________
Shri Mahavir Jain Aradhana Kendra
Shri Mahavir Jan Arathana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસ-આયુષ્ય કર્મ–નિવારણ પૂજા. (૧૩૩) ધરીને અણાહારી પદ માગું છું. તમને દેતાં વાર લાગે તેમ નથી, તારા જે આ સંસારમાં બીજો કોઈ દાતાર નથી. હે ત્રિશલા માતાના પુત્ર! તમે મારા અવગુણને વિચાર ન કરશે. (કેમકે તેને વિચાર કરે છે તે પાર આવે તેમ નથી.) ૧. ' હવે નરકાયુબંધના સ્થાન કહે છે-મદવાળો, લોભી, મત્સરવાળો, અત્યંત વિષયી, જીને હણનારે (હિંસક), મહારંભ, મિથ્યાત્વી, રિદ્રધ્યાની, ચેરીને કરનારે, જનમુનિને ઘાત કરનારે, વ્રત લઈને ભાંગનારે, મદિરા-માંસને ભેગી, અંધકારમાં રાત્રિભૂજન કરનારે, ગુણીજનેની નિંદા કરવાની ટેવવાળો અને કૃષ્ણલેશ્યાવાળો જીવ નરકમાં નારકીપણે ઉત્પન્ન થાય છે. આવા લક્ષણે મારામાં પણ હોવાથી નિરધારપણે મારામાં અવગુણનો તે પાર નથી, પણ તમારે દરબારે આવ્યો છું તેથી એક વાર મને મારું રૂપ આપો અર્થાત્ મારા મૂળ સ્વરૂપને પ્રકટ કરે કે જેથી હું સિદ્ધસ્વરૂપી થઈ જાઉં. જેમ ઉપગારી વિદ્યાધરના કહેવા પ્રમાણે સંજીવની બુટી ચરાવવાથી એક સ્ત્રીએ પોતાના પતિને મૂળરૂપે પ્રકટ તેમ આપ કરે. હે શુભવીર પ્રભુ ! મારે તમારે માટે આધાર છે.
કાવ્યને અર્થ પૂર્વવત્, મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે નરકાયુના બંધસ્થાનોનું નિવારણ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ.
अष्टम फलपूजा
* દુહા બંધન બેડી ભંજવા, જિનગુણધ્યાન કુઠાર; ફળપૂજાથી તે હવે, ફળથી ફળ નિરધાર. ૧ * આ કથા પાછળ આપવામાં આવી છે.
For Private and Personal Use Only