________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) ચોસઠ પ્રકારી પૂજા સાથે ૪. ક્રોડપૂર્વથી વધારે આયુષ્યવાળા મનુષ્ય યુગલિક જ હોય છે તેથી ક્રોડપૂર્વના ચારિત્રમાં મનુષ્યનું તેવું વધારે આયુષ્ય બાંધનારા મુનિ* તે યુગલિક ભવમાં જાય છે તેથી ચારિત્રરૂપ ફળ અથવા મેક્ષરૂપ ફળ પામી શકતા નથી. (યુગલિકે મૃત્યુ પામીને દેવગતિમાં જ જાય છે.) શુભવીર પરમાત્મા પિતાના ભવના છેલા. ચોમાસામાં સર્વ કર્મ ખપાવીને અચળ સુખ-શિવસુખ પામ્યા છે તેમ અન્ય તીર્થકર પણ ઓછામાં ઓછા તેટલા (૭૨ વર્ષના) આયુષ્યવાળા જ મેસે જાય છે. પ.
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-મનુષ્પાયુના બંધનું નિવારણ કરવા માટે અમે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ.
चतुर्थ धूपपूजा
કુહા
કર્મ સમિધ દહન ભણી, ધૂપઘટા જિનગેહ; કનક હુતાશન વેગથી, જાત્યમયી નિજ દેહ. ૧ જિન ગુણ સંગ સુગંગમેં, છલકત ઝલકત હંસ આયુકલંક ઉતારતાં, શેભે નિર્મળ વંશ. ૨ નિર્મળ વંશ નિહાળીને, કુળવંતી ઘરનાર; પરઘર રમતો દેખીને, સમજાવે ભરથાર, ૩
* મુનિપણું વર્તતા મનુષ્યાય બંધાતું જ નથી, સમકિતી જીવ પણ વર્તતે સમકિત દેવાયુ જ બાંધે છે. મનિપણામાં કાંઈક વિરાધક ભાવે જ મનુષ્પાયુ બંધાય છે.
For Private and Personal Use Only