________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૧૧૧) તે ભાગવા જ માંડ્યો. તેના જવાથી બીજા ઘાતીકને જતાં વાર. લાગી નહીં એટલે ધ્યાનરૂપ કેશરીઆ કરનારા પરમાત્મા કેવળજ્ઞાનને વર્યા–પામ્યા અને વસંતઋતુ તે પ્રભુના અનંતા ગુણે ગાવા લાગ્યું. ૮. એ શુભવીર પરમાત્માએ કેવળજ્ઞાન પામ્યા પછી કર્મસૂદન નામને આ તપ પ્રરૂપે છે. આ તપનું ફળ ફળપૂજા કરીને માગે અને પરમાત્માની સાથે સારો સ્નેહ કરે. ૯.
કાવ્યને અર્થે પૂર્વવત. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-દર્શનમેહનીના નિવારણ માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ.
નાટક-ચાર કષાયની ચેકડીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડ સાગરોપમની કહી છે અને બીજી રીતે તેના અનંતાનુબંધી વિગેરે ચાર પ્રકારની સ્થિતિ જાવજીવ, વરસ, ચાર માસ ને પક્ષની કહી છે.
આ સ્થિતિ વિશિષ્ટ પ્રકારે કરાતા વર્તમાન કષાયોની સમજવી એટલે તેમાં વિરોધ રહેશે નહીં.
For Private and Personal Use Only