________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ-મોહનીય કર્મ-નિવારણ પૂજા.
(૧૦૭)
ને પુરુષવેદ નવમાં ગુણઠાણાના બીજા ભાગ સુધી બંધાય છે. હવે સત્તાથી નવમા ગુણઠાણના છઠ્ઠા, ત્રીજા ને ચોથા ભાગે પુરુષવેદ, નપુંસવેદ ને સ્ત્રીવેદ અનુક્રમે જાય* છે. ૪-પ૬. પુરુષવેદ, સ્ત્રીવેદ ને નપુંસકવેદની અનુક્રમે દશ, પંદર ને વીશ કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. એવા મહાદુર્ઘટ વેદથી નડેલો હું સંસારી થયે છું, પણ મને નિર્વેદી–પરમાતમા આજ સુધી મળી શક્યા નથી–તેની શીતળ છાયા હું મેળવી શકી નથી. ૭. હવે હે પરમાત્મા! આ ભવમાં તમે મળ્યા છે, તેથી મારે મનુષ્ય ભવ સફળ થયા છે અને નિવેદ્ય પૂજા મને ફળદાયક થઈ છે. તે આત્મા! હવે શ્રી શુભવીર પરમાત્માની હજૂરમાં, આનંદથી ભરપૂર થઈને રહે કે જેથી આ સંસારની વેદના માત્ર ભૂલી જવાય –પ્રાપ્ત ન થાય. ૮.
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-ત્રણ વેદને છેદ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ.
अष्टम फळपूजा
દુહા
મેહ મહાભટ કેસરી, નામે તે મિથ્યાત; ફળપૂજા પ્રભુની કરી, કરશું તેહને ઘાત. ૧
*નપુંસકવેદ નવમાં ગુણઠાણાના ત્રીજા ભાગે, સ્ત્રીવેદ ચોથે ભાગે અને પુરષદ છઠ્ઠ ભાગે જાય છે. (એ ગુણઠાણના કુલ નવ ભાગ છે.)
For Private and Personal Use Only