________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ )
ચેસઠ પ્રકારી પૂજા–સાથે
ઢાવીને અર્થ હે ભવ્યાત્માઓ! તમે મનમાન્યા-મંનગમતા મેહનને– પરમાત્માને મળીને વિછડશે મા-છૂટા પડશે મા–તેને હૃદયમાંથી દૂર કરશે નહીં. વેદના ઉદયથી પ્રેરાયેલે જીવ વિષયી થાય છે અને તેથી સંસારમાં ઘણું ભટકે છે. આ આત્મા મેહનીકર્મના ઘરમાં વચ્ચે, ત્યાં મેહનીને ખેળી, તેમાં કદાચ મેહન–પરમાત્મા મળ્યા પણ તેને ઓળખી શક્યો નહીં. ૧. મુનિએ ગુણશ્રેણિએ ચઢેલા, પરંતુ વેદને ઉદય થવાથી જેમ અષાઢાભૂતિ મુનિ પડયા તેમ અન્ય પણ પડે છે. એમ અનેક મુનિએ ચૂક્યા અને કરેલા તપનું બળ વનમાં મૂકીને આવ્યા; કારણ કે ઉદય પામેલા વેદને છુપાવી-રેકી શક્યા નહીં. ૨. આ પ્રમાણે અનેક મુનિની હકીકત મહાનિશિથ સૂત્રમાં કહેલી છે તેમજ વેદના ઉદયથી રૂપી રાજાને પણ ઘણા ભ કરવા પડ્યા છે, વેદમાં વિલબ્ધ થયેલા પ્રાણીઓ પોતાની સંપત્તિની પણ હાનિ કરે છે–તેની હાનિ થાય છે. જેમ રાવણ પ્રતિવાસુદેવ છતાં પણ સીતાને પગે લાગે છે. ૩. કેઈક અશ્રુત દેવલોકનિવાસી દેવ પૂર્વભવની પ્રિયા મનુષ્યને પાસમાં ફસાઈને તેની સાથે લપટાણે, જેથી મરણ પામીને તેની કુક્ષીમાં જ ઉત્પન્ન થવું પડ્યું–ઉત્પન્ન થયા. શ્રી પન્નવણું સૂત્રમાં કહ્યું છે કે–વેદને પરવશ થયેલા મનુષ્ય ઘર છોડીને પરદેશમાં જાય છે, ગળે ફાસે ખાય છે, પૃપાપાત કરે છે અને માતાપિતાથી પણ લજવાતા નથી. ત્રણે વેદને ઉદય નવમા ગુણઠાણુ સુધી રહે છે. નપુંસક વેદને બંધ મિથ્યાત્વ ગુણઠાણે જ હોય છે, અને સ્ત્રીવેદ
* અષાઢભૂતિની કથા પાછળ આપેલી છે. + રૂપી રાજાની કથા પાછળ આપેલી છે.
For Private and Personal Use Only