________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
o )
ચેસઠ પ્રકારી પૂજા–સાર્થ
ભેળવીને કરવી અને મેહની કમની ૨૮ પ્રકૃતિમાંથી ચારિત્રમેહનીની ૨૫ પ્રકૃતિઓ દૂર કરવા પ્રાર્થના કરવી. ૧.
ઢાળનો અર્થ ચંદનની પૂજા બહુ સુંદર રીતે ચતુર પુરુષે રચાવે છે (કરે છે) અને તેના ફળ તરીકે મેહરાજાને મહેલ-તેને રહેવાનું સ્થાન પણ નાખે છે–દૂર કરે છે તેનું મૂળ છેદી નાંખે છે. તેમાં પ્રથમ ચારિત્રમેહનીનું મૂળ જળાવવા માટે–આળી દેવા માટે પરમાત્માના ગુણોના ધ્યાનરૂપ અગ્નિને સળગાવે છે. ૧. ચારિત્રમેહનીમાં પણ પ્રથમ ચાર અનંતાનુબંધી કષાય છે. તે રૂપ ચાર વિષધર વિકુવને વસુદત્ત નામે દેવ તે લઈ મુનિનું રૂપ ધારણ કરી પૂર્વભવના મિત્ર નાગદત્તને પ્રતિબંધ આપવા માટે આવે છે. તે ચારમાં ત્રણ નાગ છે અને એક મેટી નાગણે છે. નાગદત્તને પ્રતિબંધ આપવા માટે તેને ડસાવે છે. (આ કથા વિસ્તારથી, પાછળ આપેલ છે.) ૨. એ ચારેનું વિષ જાવજજીવ સુધી રહે છે. એટલે એ કષાયની સ્થિતિ જાવજજીવની છે એમ સજજનેને સમજાવે છે. એ કષાયવાળા મૃત્યુ પામીને નરકે જાય છે. એ કષાય આત્માના સમકિતગુણને ઘાત કરે છે અને તે કષાયવાળે અંતસમયે સમાધિપણું પામી શકતા નથી. ૩. એ કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કડાકેડી સાગરોપમની છે. તેને બંધ ને ઉદય સાસ્વાદન ગુણઠાણ સુધી રહે છે. સત્તામાં એ કષાયનું વિષ આઠમા ગુણઠાણા સુધી રહે છે. એ જતિને કાંધ પર્વતની રેખા જે છે, એટલે પર્વતની રેખા–ફટ જેમ પૂરાતી નથી તેમ એ જાતિને ક્રોધ જિંદગી પર્યત દૂર થઈ શકતું નથી. માન
* ઉપશમ શ્રેણીવાળા અનંતાનુબંધીની વિસંયોજના કરે છે. પકશ્રેણીવાળો તો એને ક્ષય જ કરે છે.
For Private and Personal Use Only