________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૮૭); મેહને વશ થઈને મૂકી દીધા-તજી દીધા. તેટલા માટે પ્રભુની જળપૂજા યુક્તિપૂર્વક કરીએ અને મેહનીયકર્મના બંધના સ્થાન જે આગળ કહેવાશે તે હરીએ-દૂર કરીએ; તેમજ તે સંબંધી વિનંતિ પ્રભુને કરીએ. ૧. હવે મેહનીય કર્મના બંધસ્થાને કહે છે –
જળાશયમાં સ્થાન કરીને–તેના જળને ભેદીને (જાળ નાખીને) જે ત્રસ જીવે તેમાં રહેલા હોય તેને હણ્યા, કેટલાક વિકલેંદ્રિય વિગેરે ત્રસ જીવેને ગળે ફાંસે દઈને મારે તેમ માર્યા, કેટલાકને મેં દાબી દઈને માર્યા અને કેટલાકને વાધર વીંટીને મારી નાખ્યા, શમી ગયેલા કલેશને ઉદીરીને ઊભા કર્યા–તાજા કર્યા, અરિહંતના (અછતા) અવગુણ મુખેથી બેલ્યા, ઘણા માણસેના પ્રતિપાળકને હયા, ધમીજનેને ધર્મથી ચૂકવ્યા, આચાર્ય ને ઉપાધ્યાયના અવગુણ બોલ્યા અને શ્રુતદાયક એટલે જેની પાસે આપણે જ્ઞાનાચાસ ર્યો હોય અથવા બીજાઓને અભ્યાસ કરાવતા હોય તેવા ગુરુની હીલણ કરી, અનેક પ્રકારના સાચા-ખોટા નિમિત્તો કહ્યા અને વશીકરણે કર્યા–કરાવ્યા, તપસ્યા નહીં કરતાં છતાં બેટું તપસ્વીનું નામ ધારણ કર્યું અને પંડિતેને યથાયોગ્ય વિનય ન કર્યો. ગામ, દેશ કે ઘર બાળી દીધાં, પતે પાપકાર્ય કરીને બીજાને માથે ઢાળી દીધાં અને કપટ કરીને ઘણા માણસોને પિતાની તરફ વાળ્યા, પરસ્ત્રી સાથે લુબ્ધ છતાં બ્રહ્નચારી તરીકે ગવાણે-ખોટું બ્રહ્મચારીપણું પ્રગટ કર્યું અને પરની પાસે દ્રવ્ય દેખીને ઈર્ષ્યાથી પોતે દુહાણે, પરદ્રોહી થયે, મિથ્યાભાષી–અસત્ય બોલનારે થયે, વિશ્વાસઘાતી થયે, ખાટી સાક્ષી પૂરનારે થયે અને અનેક પ્રકારની લાલચથી અન્યની સેવા કરી. ૨ થી ૮.
આ પ્રમાણેના બંધસ્થાને સેવીને મેહનીય કર્મને ઉત્કૃષ્ટ બંધ ૭૦ કડાકોડી સાગરોપમ પ્રમાણુ કર્યો અને તેથી સંસારમાં ઘાણું પરિભ્રમણ કર્યું. હવે હે નાથ! તમારા શાસનમાં અવતર્યો
For Private and Personal Use Only