________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૬૦)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાસઠ પ્રકારી પૂજા-સા ઢાળના અ
પ્રભુની હૅવણપૂજા કરવાથી આપણા આત્મા નિળ થાય છે; તેથી અનેક તીર્થં વિગેરેનાં જળ મેળવવા અને તેમાં સુગંધી *ગ્યે ભેળવવા. ૧. દેવતાઓ રિગિર એટલે મેરુપર્યંત તેની ઉપર પૂર્વોક્ત તીર્થાર્દિકના જળવડે સુવર્ણના, રૂપાના ને મણિ વિગેરે આઠે પ્રકારના કળશ ભરીને જિનેશ્વરની સેવા કરે છે અને પ્રભુને ન્હવણુ કરીને પોતે નિર્મળ થાય છે. ૨. તે વખતે દેવાંગનાએ પણ આનંદમાં આવીને બહુ નાચે છે અને હર્ષાવેગથી હૃદયમાં ખુશી થાય છે, તેમજ ગાયન કરનારા ગધ જાતિના દેવે જિનગુણ ગાય છે અને વૈશાલિક—વિશાળા નગરીના ચેડા રાજાના ભાણેજ મહાવીર પ્રભુના દન કરે છે. ૩. આ વેદનીક વડે ચેતન ચારે ગતિમાં ઘણેા રઝળ્યા છે-ભટકયો છે. તેમાં સુર જે દેવ અને નર જે મનુષ્ય તે પ્રાયે શાતાવેદનીના ઉદયે સંસારમાં સુખી હોય છે અને નારકી ને તિર્યંચ અશાતાના ઉદ્દયથી પ્રાયે દુ:ખી હેાય છે-દુ:ખના ભંડાર હાય છે. ૪. શાતાને વશે-ઉદયે સુખ પ્રાપ્ત થવાથી હે સ્વામી! તમે સાંભર્યાં નહિ, તેથી હું અનતે કાળ સંસારમાં રઝળ્યે, કેમકે મલિન થયેલા રત્નનું તેજ ઝળહળતું જ નથી. પુ. હવે આપને ન્હેવરાવીને—ન્હવણુની પૂજા કરીને આત્માને મેલ દૂર કરશું. વૈદ્યની કર્મ વિઘટવાથીતેને આત્માથી દૂર થવાથી તેનું તેજ ઝળકશે અને શુભવીર પરમાત્માને એકાંતમાં મેળાપ થશે; અથવા તે જે શુભવીર પ્રભુ એકાંતમાં મળે તે એ પ્રમાણે આત્માનુ તેજ પ્રગટ થાય. ૬.
કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે.
મત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવું કે—વેદનીય કર્મનું નિવારણ કરનારા પ્રભુની અમે જળવડે પૂજા કરીએ છીએ.
~
For Private and Personal Use Only