________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ–વેદનીય કર્મ નિવારણ પૂજા સુરવહુ નાચે રે, માચે વેગશું રે; ગાયક દેવ તે જિનગુણ ગાય, વૈશાલિક મુખ દર્શન થાય. હ૦ ૩ ચિહું ગતિમાંહી રે, ચેતન રાળી રે; સુર નર જે સુખીયા સંસાર, નારક તિરિ દુઃખનો ભંડાર. હ૦ ૪. અલ્શવશ સુખમાં રે, સ્વામી ન સાંભર્યા રે, તેણે હું રેઝન્યો કાળ અનંત, મલિન રતન નવિ તેજ ઝગંત. હ૦ ૫. પ્રભુ નવરાવી રે, મેલ નિવાર રે, વેદની વિધટે મણિ ઝલકંત, શ્રી શુભવીર મળે એકત. ન્હ૦ ૬.
કાવ્ય પ્રથમ કર્મની પહેલી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्री श्री परम० परमे• जन्म० श्रीमते. वेदनीयकर्मनिवारणाय जल यजामहे स्वाहा ।
પ્રથમ જળપૂજાનો અર્થ
દુહાનો અર્થ ત્રીજું અઘાતી કર્મ વેદનીય નામનું છે, તે મેક્ષે જતાં સુધી–શિવસુખ પામતા સુધી રહે છે. આ સંસારમાં સર્વ જીવને ત્યાં સુધી રહે છે. ૧. એ કર્મની બે (શાતા ને અશાતા) ઉત્તરપ્રકૃતિ છે. તે બંધમાં ને ઉદયમાં અધ્રુવ છે અને સત્તામાં ધ્રુવ.. છે. અઘાતી પ્રકૃતિ છે. ૨. જિનેશ્વરે એ કર્મનો વિનાશ કરીને સિદ્ધ બુદ્ધ ભગવાન થયા છે, તેથી તેમની અષ્ટપ્રકારી પૂજા. કરવામાં આવે છે. ૩. તેના નામ-ન્હવણ, વિલેપન કુસુમ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય ને ફળ-એ પ્રમાણેની અષ્ટપ્રકારી પૂજા જિનરાજની સન્મુખ કરે. ૪
* શાતાવશ-શાતામાં આસક્ત થઈ જવાથી.
For Private and Personal Use Only