________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ-વેદનીય કર્મનિવારણ પૂજા (૭૧)
ઢાળને અર્થ હે ભવ્ય જીવ ! તમે સાંભળજે, સંયમના ઉત્કૃષ્ટ રાગી મુનિ ઉપશમશ્રેણિએ ચઢીને, શતાવેદનીને તીવ્ર બંધ કરીને પછી તે શ્રેણિકી પડયા. (ઉપશમશ્રેણિ માંડનાર મુનિ ત્યાંથી પડે જ છે.) ૧. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે–તપમાં છઠ્ઠ તપ બાકી રહેવાથી અને આયુષ્ય સાત લવ * જેટલું ઓછું હોવાથી મુનિ ત્યાંથી પડીને સર્વાર્થસિદ્ધ વિમાને પૂર્ણ આયુષ્ય ઉત્પન્ન થાય+ ( અર્થાત જે છઠ્ઠ તપ વધારે થઈ શક્યો હોત તે બાકીના કર્મો ક્ષય થઈ જાત ને મેક્ષે જાત અથવા સાત લવ જેટલું આયુષ્ય વધારે હત તે શુદ્ધ અધ્યવસાયે તેટલા વખતમાં બાકીનાં કર્મો ખપાવીને કેવળજ્ઞાન પામતા પણ ઉપશમશ્રેણિએ કેવળ ન પામત. તે શ્રેણિથી પડી ફરીને ક્ષપકશ્રેણિ માંડવી પડત એમ સમજવું.) ૨, હવે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં જ્યાં એ મુનિ દેવપણે ઉત્પન્ન થાય છે, તેને નિરંતર શય્યામાં સૂઈ રહેવાનું જ છે અને તે મોક્ષમાર્ગે જતાં માર્ગમાં વિશ્રામ લેવારૂપ ભવ છે, કારણ કે ત્યાંથી આયુ પૂર્ણ થયે એવી મનુષ્ય થઈને મેક્ષે જ જવાના હોય છે. તે દેવનું અવધિજ્ઞાન એટલું બધું નિર્મળ હોય છે કે તે જ્ઞાનવડે કેવળીના મનના પરિણામ પણ જાણી શકે છે. (તેની આગળ દ્રવ્યગુણપર્યાયના શાશ્વતા ગ્રંથ
* સાત પ્રાણનો એક સ્તંક ને સાત સ્તકને એક લવ. ૭૭ લવનું એક મુહૂર્ત-બે ઘડી-૪૮ મિનિટ.
+ આ હકીકત ઉપશમણુથી આયુક્ષચે પડનાર માટે છે. પતન બે પ્રકારનું હોય છે. આયુક્ષયે પડે તે સર્વાર્થસિદ્ધ જઈ દેવ થાય છે અને ગુણઠાણાને કાળ પૂર્ણ થવાથી પડે તે પડતાં પડતાં સાતમે, છ, પાંચમે, ચોથે ન ટકે તે બીજે થઈને પહેલે ગુણઠાણે પણ આવે છે.
For Private and Personal Use Only