________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭૮).
ચેસઠ પ્રકારી પૂજા-સાથે
ક્ષેત્રવેદના છ પામે છે અને નિરંતર દુ:ખમાં જ કાળ ગુમાવે છે. ઉપરાંત પરમાધામી દેવે પણ અનેક પ્રકારનાં દુ:ખ ઉપજાવે છે. આ હકીક્ત ભવભાવના ગ્રંથમાં સારી રીતે કહેલી છે. ૨. વિષભજનના સંબંધમાં ધર્મરાજાના તલાર એટલે કેટવાળને અવાજ (ઉદ્દેષણા) -આ પ્રમાણે છે–એક નગરીમાં એક રાજા હતા. તેણે બીજા રાજાનું લશ્કર આવતું જાણી તે લશ્કર આવતા પહેલાં પોતાના પ્રત્યેક ગામમાં ધાન્યમાં, મીઠાઈમાં, મીઠા પાણીમાં, ગેળમાં, ખાંડમાં, વૃક્ષના ફળમાં અધામાં ઝેર ભેળવ્યું. આ પ્રમાણેની હકીકત આવનાર રાજાએ જાણીને પિતાના કેટવાળ મારક્ત પડહો વજડાવી–ઢેલ ટીપાવીને તેણે જાહેર કર્યું–સર્વ સૈન્યને એ ઉપદેશ આપે કે“આપણું લશ્કરમાંથી જે કઈ આ ગામના મીઠા પાણી પીશે, ભક્ષ્ય ભજનના રસમાં લીન થઈને તે ખાશે તે તરત જ યમના મંદિરમાં જશે અર્થાત્ મૃત્યુ પામશે; અને જે દૂર દેશથી આવેલું– આપણે ખાસ મંગાવેલું સાધારણ ભેજન ખાશે અને અહીંના ખારા પાણી પીશે તે ચિરંજીવ રહેશે-ઘણે કાળ જીવશે, સુખશાતા પામશે, તેને કદી પણ અશાતા નહીં થાય.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા જેણે પાળી તે સુખી થયા અને જેણે ન પાળી તે દુખિયા થયા. ૩-૪-૫-૬.
આ વાતને ઉપનય એ છે કે–આ સંસારમાં પાંચે ઈન્દ્રિયોના વિષમાં મહારાજાએ વિષ ભેળવેલું છે, તેથી જે પ્રાણ તેમાં આસક્ત થશે–અત્યંત રસિક બનશે તે દુ:ખ પામશે, સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ બ્રહ્મદત્ત ચકી એ પ્રમાણેના વિષરસમિશ્રિત અન્નજળ જેવા વિષયરસમાં આસક્ત થવાથી નરકે પહોંચેલ છે, અને ધર્મરાજાની ઉપર જણાવ્યા પ્રમાણેની આજ્ઞા પાળનારા સાંસારિક વિષયસુખમાં આસક્ત નહીં થનારા મેઘકુમાર, ધન્ના–શાલિભદ્ર વિગેરે શ્રી શુભવીર પરમાત્માના રાજ્યમાં સુખના ભાજન થયા છે. ૭.
For Private and Personal Use Only