________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
બીજી ચંદનપૂજાનો અર્થ
દુહાને અર્થ વેદની કર્મની ઉત્તરપ્રકૃતિ બે છે, જેના પરવશપણુથી આ સંસારરૂપ ચેકમાં સર્વ જ મુંઝાયા છતાં ભમે છે. ૧.
- ઢાળને અર્થ પ્રભુની રીતિ–ઉત્તમ પ્રવૃત્તિ દેખીને એટલે જાણીને મારું શરીર વિકસ્વર થાય છે અને મને ઉલ્લાસમાન થાય છે. હે મોક્ષસુખદાયક પ્રભુ! તમે મારા દિલમાં વસ્યા છે. આ કારણથી જીભ ઝૂરવા લાગી કે તમે તો પ્રભુ સાથે પૂર્ણ પ્રીતિ બાંધી પણ તેમાં મારે ઉપગ કેમ કરતા નથી? તેથી હે પ્રભુ! વાણી દ્વારા આપની સ્તુતિ કરવાવડે તેને ઉપયોગ કરું છું. ૧. મારી પ્રીતિ પ્રભુની સાથે નેત્રની તિ સમાન લાગી છે, એટલે નેત્ર બે છે છતાં તેની સુરત–લક્ષ્ય એક જ છે. તેમ કાન પણ બે છે, છતાં એક સરખું જ સંભળાય છે તેમ મેં પણ પ્રભુની સાથે એકતા કરી છે. હવે તે હે પ્રભુ! મારું વેદનીય કર્મ હરીને-ધવંતરી વૈદ્યની જેમx દૂર કરીને મને આપ સમાન કરે. ૨. હે નાથ! વેદનીયના ઘરમાં એટલે આ શરીરમાં વાસ વસતાં મને ઘણું કુનાથે (કુદે ) મળ્યા, મેં એકલું પાછું વાવ્યું. આપ મહાચતર પરમાત્મા મને હાથ ન આવ્યા. ૩. ખડુગની ધારા મધથી લેપાયેલ હોય તે ચાટવાથી પ્રથમ મીઠાશ આવે પણ પછી જીભ કપાય તેમ આ સંસારમાં પણ સુખ ભોગવતાં મીઠા લાગે પણ તેથી બંધાતા પાપને પરિણામે દુર્ગતિમાં જવું પડે ત્યારે તે કડવાં થઈ પડે આ સંસાર તેવે છે અને વેદનીય કર્મનું લક્ષણ કિપાકના ફળ જેવું-ખાતાં મીઠું પણ પરિણામે મૃત્યુ આપે તેવું
* ધનંતરી વૈદ્ય જેમ વ્યાધિ માત્ર દૂર કરે છે તેમ.
For Private and Personal Use Only