________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
ચેાસઠ પ્રકારી પૂજા—સાર્થ
ભાવવા લાગ્યા કે— મહાવીર પ્રભુ આપણે ત્યાં વહેારવા પધારશે.’ ૧
પછી જીરણશેઠે ઊભી શેરીએ જળના છંટકાવ કરાવ્યા, જાઈ, કેતકી વિગેરે પુષ્પા બિછાવ્યા, પોતાને ઘરે તારણ મંધાવ્યું અને પ્રભુને વહેારાવવા માટે મેવા ને મીઠાઈના થાળા ભરાવ્યા. ૨. અરિહંત ભગવંતને દાન દઈએ તે વખતે તે દેતાં જોઇને જે ખુશી થાય તેના પણ છ માસના રોગ નાશ પામે અને દાનને દાતા તેા ત્રીજે ભવે મોક્ષે જાય. ૩. જીરણશેઠ વિચારે છે કે—આવા ઉત્તમ પ્રભુની સામેા જઇશ, મારે ઘરે લાવીને (આસન ઉપર ) પધરાવીશ (બેસારીશ), સારી રીતે-ભલી ભાતે પારણું કરાવીશ અને યુક્તિપૂર્વક જિનમ ંદિરમાં જિનપૂજા રચાવીશ અથવા એ પ્રભુની યુક્તિપૂર્વક પૂજા કરીશ. ૪. પછી પ્રભુને વળાવા જશું, હાથ જોડીને પ્રભુની સામે ઊભા રહેશુ, પ્રભુને નમીને-વંદન કરીને પવિત્ર શુ અને અત્યંત રંગપૂર્વક આનંદ સાથે વિરતિ–શ્રાવકધમ અંગીકાર કરશુ. ૫. પછી જીવદયા, સુપાત્રાદિ દાન, ક્ષમા અને ઉત્તમ શીલ-આચારને ધારણ કરશું. સજ્જનાને—પોતાના પરિવારને ધર્મને ઉપદેશ આપશું, સાચી એવી જ્ઞાનદશાને અનુસરશું અને અનુકપાલક્ષણવાળુ સમકિત પૂરેપૂરી રીતે વશુ. ૬. પાંચમી છઠ્ઠી ગાથાના અર્થ સમંધી વિશેષ વિચાર કરતાં એમ જણાય છે કે— વિરતિ એટલે દેશિવરિત નહીં પણ સર્વવિરત એટલે મુનિપણ અંગીકાર કરશુ ( દેશિવરત તા હતા ) પછી યા, દાન, ક્ષમા અને શીલને ધારણ કરશુ. સજ્જનાને એટલે ઉત્તમ જનાને અથવા સ્વજનાને ઉપદેશ કરશુ. સાચી જ્ઞાનદશાને અનુસરશુ અને પૂર્ણ અનુકપાલક્ષણ વીશે વસા જીવધ્યારૂપ)ને વશું એટલે ( સ્વીકારશુ. આવા અર્થ ઠીક લાગે છે. આ પ્રમાણે જીરણશેઠ ખલે છે અને પરિણામની ધારાએ ચઢતા ચઢતા શ્રાવકની છેલ્લી મર્યાદાહદ સુધી પહોંચે છે; તેવામાં પ્રભુએ અન્ય સ્થળે પારણુ કર્યાંથી—
For Private and Personal Use Only