________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ-વેદનીય કર્મ નિવારણ પૂજા (૬૭) ભાવે, સુરલોક અય્યત જાવે શાતા વેદની સુખ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. મહા ૮.
કાવ્ય પહેલા કર્મની ચેથી પૂજા પ્રમાણે કહેવા. मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० शाताबंधापहाय धूपं यजामहे स्वाहा ॥
ચોથી ધૂપપૂજાને અર્થ
દુહાનો અર્થ શ્રી ઉત્તરાધ્યયનમાં આ કર્મની લધુ સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે, અને શ્રી પન્નવણાજીમાં શાતા વેદનીને જઘન્ય બંધ બાર મુહુર્તાને કહ્યો છે તે સાંપરાયિક જાણ. (માત્ર વેગથી તે બે સમયને જ સ્થિતિબંધ તેરમે ગુણઠાણે કહ્યો છે.) શાતાદનીને બંધ દશમા સૂમસંપાય ગુણઠાણ સુધી હોય છે. ૧. શાતાદની. બંધના
સ્થાનરૂપ પ્રભુની પાસે ધૂપપૂજા કરે કે જેથી મિથ્યાત્વરૂપી દુધ દૂર જાય અને આત્મસ્વરૂપ પ્રગટ થાય. ૨.
ઢાળનો અર્થ ભગવંત મહાવીરસ્વામીને માસી તપનું પારણું નજીક આવતાં પારણાને દિવસે પ્રાત:કાળમાં પિતાને ઘરે પધારવા પ્રભુને વિનતિ કરીને જીરણશેઠ પોતાને ઘરે આવ્યા. પ્રિયાને તથા પુત્રને તે વાત જણાવી અને પ્રભુને આવવાના માર્ગમાં (ઘરમાં) પટકુળ જરિયાન વિગેરે ઉત્તમ વસ્ત્રો પાથર્યા. પછી જીરણશેઠx ભાવના
* ૧૧ મે, ૧૨ મે તથા ૧૩ મે ગુણઠાણે બે સમયને બંધ થાય છે પણ તે પ્રદેશ ઉદયે વેદાવાનો હોવાથી તેને ગણત્રીમાં લીધો નથી. 1 x જૂના નગરશેઠ, તેનું ખરું નામ ધનાવહ છે.
For Private and Personal Use Only