________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ–દનાવરણીય ક્રમ નિવારણ પૂજા ( ૪ )
વરણને હણવાથી ક્ષય કરવાથી પ્રાપ્ત થાય છે, અને તે પ્રાણી પ્રાંતે નિર્વાણું ( મેક્ષ ) પામે છે. આ ચેતનના ('જીવના) અસંખ્યાત પ્રદેશમાં આઠ ( રુચક ) પ્રદેશ અનાદિ કાળથી ક્ષાયિક ભાવની જેમ ઉઘાડા છે—તેની ઉપર ક લાગતા નથી. હું તે સિવાયના ખીજા પ્રદેશમાં દર્શન દેખવા માટેન્દ્વનગુણ પ્રાપ્ત કરવા માટે આ સંસારમાં ઘણું ભમ્યા પણ આવરણ આડાં આવ્યાં જ કર્યાં. ૧ (તેથી તેના નિવારણના ઉપાય વિચારતાં એમ લાગ્યુ કે) જે તમને સેવે તે તમારી સમાન થાય છે, તેની અપૂર્વ શક્તિના યોગ થાય છે, તેથી ક્ષપકમેણ ઉપર આરોહણ કરી શુકલધ્યાનના સયેાગ મેળવી તે અરિહા થાય છે અર્થાત્ અરિહંતરૂપ થાય છે. ૨ તે પ્રાણી ચાર ધનધાતી ક(જ્ઞાનાવરણ, દર્શોનાવરણુ, અંતરાય ને મેાહનીય )ના ઘાત કરીને પ્રથમ સમયે જ સાકાર ઉપયેગી થાય છે—કેવળજ્ઞાન પામે છે અને તેને બીજે જ સમયે દર્શન ઉપયોગ પ્રાપ્ત થાય છે-કેવળદર્શન પામે છે. પછી સમયાંતર ઉપયેગ રહ્યા જ કરે છે. ૩. તેરમે ગુણુઠાણે મૂળપ્રકૃતિ એક(વેની)ના જ મધ હાય અને સત્તા ને ઉદયમાં ચાર મૂળ પ્રકૃતિ ( અઘાતી ક) હોય. ઉત્તરપ્રકૃતિ તરીકે એક સાતાવેની જ બાંધે ઉત્તરપ્રકૃતિ ૪૨ ઉદયમાં અને સત્તામાં ૮૫ હાય છે. તેને હણીનેક્ષય કરીને જીવ મેાક્ષને સાધે છે. ૪. જેની ઝગમગતી વાળા -શિખા છે એવા દીપકવર્ડ દીપકપૂજા કરવાથી ક્રોડેગમે લાભ થાય છે. શ્રી શુભવીર જિનેશ્વરના રાજ્યમાં તેની રૈયત તરીકે ભવ્ય જીવા તાજા જ હાય છે, સુખી હોય છે, આનદી હાય છે. ૫. કાવ્યને અર્થ પ્રથમની પાંચમી પૂજામાં લખેલ છે તે પ્રમાણે સમજવા.
મંત્રના અર્થો પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-કેવળ દર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે દીપકવડે પૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only