________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪). ચોસઠ પ્રકારી પૂજા-સાથે
સાતમી નવેવપૂજાનો અર્થ
દુહાને અર્થ આહારથી ઊંઘ વધે છે-જેમ આહાર વધારે લેવાય-સ્નિગ્ધ લેવાય તેમ નિદ્રામાં ઘણું વધારે થાય છે. તે નિદ્રા દુઃખના ભંડાર જેવી છે; એટલે અનેક પ્રકારના દુ:ખને આપનારી છે. તે નિદ્રાને ટાળવા માટે પ્રભુની પાસે નૈવેદ્ય ધરે કે જેથી અણહાર પદમક્ષપદ વરે-પામે. ૧.
દ્વાનો અર્થ હવે થીણદ્વિત્રિકની હકીકત સાંભળે. એ ત્રણે નિદ્રા બહુ દુઃખ આપનારી છે. એને બંધ બીજા ગુણઠાણે અટકે છે અને ઉદય મુનિપણમાં છે ગુણઠાણે અટકે છે. કર્તા કહે છે કે-જેમ જેમ જિનેશ્વરની પૂજા કરીએ તેમ તેમ કર્મો ધ્રુજે છે ને આત્માથી છૂટા પડે છે. ૧. એ થીણુદ્ધિત્રિક સંપ કરીને સત્તામાં નવમા ગુણઠાણાના પેલા ભાગ સુધી રહે છે. એ ત્રણમાં પ્રથમ નિદ્રાનિદ્રા છે, મનુષ્ય તે નિદ્રામાંથી મહાકટ્ટે જાગે છે. ૩. બીજી પ્રચળાપ્રચળા નામની છે, તે ચાલતાં ચાલતાં પણ આવે છે. અને એ નિદ્રા પ્રાચે કાયમ હોય છે. તે ઊંઘતો ઊંઘતે જ ચાલે છે અને રણસંગ્રામમાં કઈક વખત જાગે છે પણ તે જાગવું વીજળીના ઝબકારા જેવું હોય છે–લાંબે વખત ટકતું નથી. ૩. હવે થીણુદ્ધિ નિદ્રાવાળા જે પુરુષ કે સ્ત્રી હોય છે તે દિવસે ચિતવેલા–તીવ્રપણે ધારી રાખેલા અર્થને-કાર્યને રાત્રે ઊંઘમાં કરે છે. તે વખતે તેનું બળ બળદેવ જેટલું હોય છે અને તે નરકગતિને જ પામે છે. અર્થાત્ તે નિદ્રાવાળે જીવ મરીને નરકે જ જાય છે. આ પ્રમાણે શ્રી વિશેષાવશ્યકમાં અધિકાર કહેલે છે, તે નિદ્રાવાળા એક નાના સાધુ કેઈ સાધુને સમુદાયમાં હતા. તેણે થીણદ્ધિનિદ્રાને અંગે, દિવસે એક હેરાન કરતા મેટા હાથીને
For Private and Personal Use Only