________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ–દર્શનાવરણીય ક્રમ નિવારણ પૂજા
( ૧૫ )
હણવા ધારેલા તેને રાત્રિમાં હણ્યા અને તેના બે દાંત ખે'ચી કાઢી ઉપાશ્રય પાસે જમીન પર નાખીને પાછા ભરનિદ્રામાં સૂઈ ગયા. પ્રભાતે તે દાંત જોવાથી આ કામ કાણે કર્યું ? તેની તજવીજ કરતાં તે સાધુને લેાહીથી અપવિત્ર થયેલા અંગવાળા ને વસ્ત્રવાળા જોયા, તેથી ખીજા સાધુઓને તેના પર સંશય આવ્યો. પછી જ્ઞાનીને પૂછતાં તેને થીદ્ધિનિદ્રાવાળા જાણીને હુંસના વનમાંથી જેમ પાધિને કાઢી મૂકે તેમ તેને ગચ્છમાંથી કાઢી મૂકયા. ૪૭. આ નિદ્રા એક વાર આવ્યા પછી ફરીને છ મહિને આવે છે. તેની ઉપર એક શેટની પુત્રવધૂનું દૃષ્ટાંત છે. આ પ્રકારની તમામ નિદ્રાના વિયેાગ થાય—તે આત્માની સત્તામાંથી દૂર થાય ત્યારે જીવ કેવળદર્શન પામે એમ શ્રી શુભવીર પરમાત્મા કહે છે. ૮.
કાવ્યના અર્થ પૂર્વે સાતમી પૂજામાં લખ્યા પ્રમાણે કરવા. મંત્રના અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવુ` કે–થીદ્ધિત્રિકને નિવારનારા પ્રભુની અમે નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ.
अष्टम फळपूजा દુહા
વિવિધ ફળે પ્રભુ પૂજતાં, ફળ પ્રગટે નિર્વાણ; દનાવરણ વિલય હુવે, વિધરે અધનાં કાણુ, ૧.
ઢાળ
( રાગ કાગ—દીપચંદજીની ચાલ )
( હારી ખેલાવત કનૈયા, મિસર સંગે લે ભઈયા-એ દેશી ) હોરી ખેલુ મેરે સાહેબિયા, સંગરંગે સુણા હો ભઈયા; હારી અખીલ ગુલાલ સુગંધ વિખરીયા, કનક કચેાળી
* આ કથા પાછળ આપવામાં આવી છે.
For Private and Personal Use Only