________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ-દશનાવરણીય કર્મ નિવારણ પૂજા. ( ૪૧ ) કાવ્ય બે પ્રથમની ચંદનપૂજામાં લખ્યા છે તે અહીં કહેવાં.
मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० चक्षुदर्शनावरणनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥
બીજી ચંદનપૂજાનો અર્થ
દુહાનો અર્થ શ્રી જિનેશ્વર નવ તત્ત્વના ઉપદેશક છે, તેથી તેમના નવ અંગે નવ તિલક કરવા તે દર્શનાવરણીય કર્મની નવ ઉત્તરપ્રકૃતિના ટાળનાર છે–ટાળનાર થાય છે. ૧
ઢાળને અર્થ હે જ્ઞાનરસિક પ્રભુ! તમારી મૂર્તિ મેહનગારી છે-પ્રાણુને મેહ ઉત્પન્ન કરે તેવી છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ને મુદ્રા–એ ચારે પ્રક્વરે ગુણવાન એવી તમારી પ્રતિમા પ્યારી છે–પ્રેમ ઉત્પન્ન કરે તેવી છે. તેને કુમતિ કદાગ્રહને ધારણ કરનારાઓએ નય, ગમ, ભંગ ને પ્રમાણવડે ખરી રીતે નીરખી જ નથી-ઓળખી જ નથી. ૧. જિનેશ્વર, તેમનું તીર્થ અને સુવિહિત એવા આગમ તેને દર્શનરૂપ નેત્રવડે જોવામાં જેઓ નિવારનાર છે તે મૂઢ અને ગમાર પ્રાણીઓ ચક્ષુદર્શનાવરણ કર્મ બાંધે છે. ૨. તે પ્રાણીઓ જ્યારે તે ચક્ષુદર્શનાવરણ કર્મને ઉદય થાય છે ત્યારે તેના ઉદયથી અન્ય ભવમાં કાણું, રાત્રીના કે દિવસના અંધ, જન્મથી અંધ, દુઃખી દીન સ્થિતિવાળા છે તે વિચારવું. ૩. અલ્પ તેજવાળાં જેનાં નેત્ર હોય છે તે સૂર્યને આતપ હોય ત્યારે આંખ આડે હાથ રાખીને જુએ છે, તેને જોતાં એમ જણાય છે કે એ કુમતિવાળા જીવે
* જિનપ્રતિમા દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી એટલે આકૃતિથી એમ ચારે પ્રકારે છે તેથી જ તે મારી લાગે છે.
For Private and Personal Use Only