________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'( ૪૪)
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
એવી કાન વિગેરે ઇંદ્રિયેની શક્તિ પ્રાપ્ત કરે. ૨. પ્રભુના ગુણ ગાય, પ્રભુનું ધ્યાન કરે અને આગમને શુદ્ધપણે પ્રરૂપે તે પ્રાણું પરભવમાં મૂખે ન થાય, મૂંગા ન થાય અને વિકૃપમાં ન પડે અર્થાત્ વિશેષ ભવભ્રમણ ન કરે. ૩. જે પ્રાણુ પરમેષ્ટીને મસ્તક નમાવે, ભાવપૂર્વક તીર્થોની ફરસના કરે અને મુનિઆદિકના વિનય, વિયાવચ્ચ વિગેરે કરે તે ભરતચક્રીની જેમ અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરે * ૪. જેમ જેમ એ અચક્ષુદર્શનાવરણને ક્ષપશમ થાય તેમ તેમ આત્માના ગુણને આવિર્ભાવ થાયપ્રગટ ભાવ થાય. શ્રી શુભવીર પરમાત્માના વચનરૂપ રસમાં નિમગ્ન થવાથી સંભિન્નશ્રોતાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય. ૫. એ લબ્ધિના પ્રભાવથી પ્રાણીને આખા શરીરવડે પાંચે ઈન્દ્રિયેને બેધ થાય છે. કર્તાએ એમાં શુભવીર શબ્દ પિતાનું નામ પણ સૂચવ્યું છે.
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે સમજ. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–અચક્ષુદનાવરણને નિવારનારા પ્રભુની પુષ્પવડે અમે પૂજા કરીએ છીએ.
चतुर्थ धूपपूजा
દુહા અવધિદર્શનાવરણ ક્ષય-ઉપશમ ચઉગતિમાંહી; લાયક ભાવે કેવળી, નમો નમો સિદ્ધ ઉછાહી. ૧
* આ ચાર ગાથામાં નાક, કાન, જિવા ને સ્પર્શેન્દ્રિય સારી પામવારૂ૫ ફળ બતાવ્યું છે તે અચક્ષુદર્શનાવરણના નિવારણનું સૂચક છે. - - ભરતચક્રીએ પૂર્વભવમાં ૫૦૦ મુનિને વિનય કર્યો હતો તેથી ચક્રીપણું પામ્યા હતા.
For Private and Personal Use Only