________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (-૩૦) થાઓ. ૧. હે જિનેશ્વર ! શુદ્ધ દર્શનને આપનારા તમે જ છે અને તેવા લાયકપણને આપ યંગ્ય છે. હે પ્રભુ! જે આપને મારા ઉપર ખરેખર રાગ હોય તે પછી પ્રીતિ ને પટંતરપણું એ બે વાત એકસાથે છાજતી નથી–ઘટતી નથી. ૨ હે પ્રભુ ! રાગ વિના કઈ રીઝી શકે નહિ અને તમે તે વીતરાગ છે, તેથી બીજું તે શું કહું? પણ આપ જ્ઞાનરૂપ નેત્રવડે મારા તરફ જુએ તે હું ભાગ્યશાળી થાઉં અથવા આપ જેના તરફ જુઓ તે પ્રાણી વડભાગી-મહાભાગ્યશાળી ગણી શકાય છે–થઈ જાય છે. ૩. ચાર દર્શનાવરણની પ્રકૃતિ દશમે સૂક્ષ્મસંપરાય ગુણઠાણે બંધમાંથી જાય છે. (બાકીની પાંચ નિદ્રા તે બંધમાંથી પહેલાં જાય છે.) અને ઉદય, ઉદીરણ ને સત્તામાંથી બારમે ક્ષીણમેહ ગુણઠાણે જાય છે. એ આવરણરૂપ કઠીન આકરા મળને દૂર કરીને પ્રશાંત એવા મુનિ સ્નાતક+ નિગ્રંથ થાય છે. ૪. મિથ્યાત્વની જે વિકટ ગ્રંથી તે રૂપ મેળે-દરવાજે પેળીઆ તરીકે–દ્વારપાળ તરીકે દર્શનાવરણ રહે છે. તે કર્મ જિનેશ્વરરૂપ ભૂપના દર્શન કરવા જતાં રેકે છે–દર્શન થવા દેતું નથી. શ્રી શુભવીર પ્રભુ જે જ્ઞાનરૂપ નેત્રવડે કરીને મને જુએ તે આ સેવકને અંદર પ્રવેશ કરવામાં તે સાધનરૂપ થઈ પડે–પછી દશનાવરણ રેકી શકે નહીં. ૫. અહીં શુભવીર શબ્દ કર્તાનું નામ સૂચવ્યું છે.
કાવ્ય પૂર્વવત હોવાથી અહીં ફરીને અર્થ લખવામાં આવ્યા નથી.
મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે તેમાં એટલું ફેરવવું કેદર્શનાવરણ કર્મના બંધદયસત્તાનું નિવારણ કરનારા પ્રભુની અમે જળવડે પૂજા કરીએ છીએ.
* સ્વાર્કિંત્રિક બંધમાં પહેલે ગુણઠાણે જ હોય છે, પછી હતું નથી. નિદ્રા ને પ્રચલાદિક આઠમે ગુણઠાણે બંધમાંથી જાય છે.
૪ આ પાંચમા નિગ્રંથ છે.
For Private and Personal Use Only