________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૩૭)
-
દ્વાની પહેલી (રાગ-આશાવરી, નમે રે નમે શ્રી શેત્રુંજા ગિરિવર-એ દેશી) માગધ ને વરદામ પ્રભાસ, ગંગા નીર વિવેક રે, દર્શનાવરણ નિવારણ કારણ, અરિહાને અભિષેક રે. નમે રે નમે દર્શનદાયકને. ૧ એ આંકણ. દર્શનદાયક શ્રી જિનવર તું, લાયકતાને લાગ રે; પ્રીત પટંતર દોય ન છાજે, જે હોય સાચો રાગ રે નમે ૨ રાગ વિના નવિ રીઝે સાંઈ નિરાગી વીતરાગ રે; જ્ઞાનનયન કરી દર્શન દેખે, તે પ્રાણી વડભાગ રે. નમે. ૩ ચઉદંસણ પ્રતિ સૂક્ષમ બંધ, ઉદયાદિક ખીણ અંત રે; તે આવરણ કઠિન મળ ખાળી, સ્નાતક સંતપ્રસંતરે ન૦૪ ગ્રંથી વિકટ જે પળ પળીઓ, રેકે દર્શન ભૂપ રે; શ્રી શુભવીર જે નયન નિહાળે, સેવક સાધન રૂ૫ રે, ન ૫
પ્રથમ દિવસે ભણાવવાની પ્રથમ જલપૂજાને અંતે આપેલા છે તે બે કાવ્ય અહીં કહેવાં. ___मंत्र-ॐ ही श्री परम परमे० जन्म० श्रीमते. दर्शनावरणबंधोदयसत्तानिवारणाय जलं यजामहे स्वाहा ॥
પ્રથમ જળપૂજા અર્થ
દુહાને અર્થ હવે દર્શનાવરણને વર્ણવું છું. તેની નવ પ્રકૃતિએ મહાદુત છે–દુઃખે દમન કરી શકાય તેવી છે. તેની ચાર દર્શનાવરણ
For Private and Personal Use Only