________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
અને ધ્રુવસત્તાક છે. તેમાં પ્રથમની ચાર પ્રકૃતિ દેશઘાતી છે અને પાંચમી કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી છે. જ્ઞાનાચારમાં વર્તવાથી અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે, તેથી પ્રભુની ફળપૂજા વિવિધ પ્રકારે કરીએ અર્થાત્ અનેક પ્રકારના ઉત્તમ જાતિના ફળ લાવીને પ્રભુ પાસે ઢાકીએ-ધરીએ. ૧-૨.
ઢાળને અર્થ જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિને બંધ દશમે ગુણઠાણે અટકે છે, અને ઉદય, ઉદીરણા તથા સત્તાને ક્ષીણમેહ (બારમે) ગુણઠાણે વિચછેદ થાય છે એમ શ્રીજિનેશ્વરે (જિનસૂ) કહેલું છે. ૧. જ્ઞાનવડે કરીને પ્રાણું એક શ્વાસે શ્વાસમાં અત્યંત આકરા કર્મોને પણ ક્ષય કરે છે. તે પ્રાણીની ફળવંચકતા* નાશ પામે છે, તેમજ યેગાવંચકાણું પણ નાશ પામે છે. ૨. અરિહંત પણ દીક્ષા લીધા પછી પૂર્વ કર્મો ખપાવવાને માટે અરણ્યાદિકમાં રહીને તપ કરે છે અને જ્યારે પૂર્ણ જ્ઞાન મેળવે છે-કેવળજ્ઞાન પામે છે ત્યારે અણુહુતે કરડે દેવતા તેમની સેવામાં રહે છે. ૩. જ્ઞાનદશા જાગૃત થયા વિના અનેક તપ-જપ-ક્રિયા વિગેરે કરે છે પણ તેથી રણમાં જઈને રિનારા રાંકની જેમ તથા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૪. શ્રતની લહેર વિના તેલીને બળદ જેમ આંખ મીંચીને આખે દિવસ ને રાત ફર્યા છતાં ઘેરને ઘેર જ રહે છે તેમ આ પ્રાણું પણ આગળ વધી શકતા નથી. પ. “પ્રથમ જ્ઞાન અને પછી દયા” (જયણું) એમ શ્રી દશકાલિક સૂત્રમાં કહેલ છે. જ્ઞાનને કલ્પવૃક્ષની ઉપમા ઘટી શકે છે. જેમ કલ્પવૃક્ષ મનાવાંચ્છિત આપે છે તેમ જ્ઞાનથી નિર્વાણરૂપ
* ફળથી વંચિત રહેવું તે દશા નાશ પામવાથી ફળપ્રાપ્તિ થાય છે. ચગાવંચકપણું નાશ પામવાથી વેગ પરમાર્થસાધક થાય છે.
For Private and Personal Use Only