________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૬-૭
આશય એ છે કે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્રમાં કહેલા આચારો પ્રમાણે, અથવા સંવિગ્ન ઘણા મહાપુરુષો દ્વારા આચરાયેલા આચારો પ્રમાણે પ્રયત્ન કરતા હોય, તો તે સાધુમાં ક્ષયોપશમભાવરૂપે રત્નત્રયી ક્રમસર વધતી હોય છે, જે પ્રકર્ષને પામીને મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. તેથી જીવમાં પ્રગટ થતી અને વૃદ્ધિ પામતી ક્ષયોપશમભાવની રત્નત્રયીના કારણભૂત એવા શાસ્ત્રના આચારો અથવા સંવિગ્ન મહાપુરુષોના આચારોને ઉપચારથી માર્ગ કહેલ છે. દા.
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે માર્ગ આગમનીતિ છે અને સંવિગ્ન ઘણા સાધુઓથી આચરાયેલી પ્રવૃત્તિ છે. ત્યાં શંકા થાય કે આગમમાં ન કહેલું હોય તેવું, ઘણા સાધુઓથી આચરાયેલું હોય તોપણ, માર્ગ કઈ રીતે કહી શકાય? અને આગમમાં કહેલું હોય તેવું આચરણ તેઓએ કર્યું હોય તો ગાથા-દમાં બતાવ્યું એ રીતે બે પ્રકારનો માર્ગ કહેવાનો અર્થ નથી, પણ એમ કહેવું જોઈએ કે આગમનીતિ તે માર્ગ છે. તેના સમાધાન માટે કહે છે –
ગાથા :
अन्नह भणि पि सुए, किंची कालाइकारणाविक्खं । आईनमन्त्रह च्चिय, दीसइ संविग्गगीएहिं ॥७॥ अन्यथा भणितमपि श्रुते किञ्चित्कालादिकारणापेक्षम् ।
आचीर्णमन्यथैव दृश्यते संविग्नगीतैः (गीताथैः) ॥७॥ ગાથા -
ચુતમાં અન્યથા કહેલું પણ કંઈક કાલાદિ કારણની અપેક્ષાએ સંવિગ્ન-ગીતાર્થો વડે અન્યથા જ આચરેલું દેખાય છે. Ioll
* માર્ગ fપ' માં “ઘ' થી એ કહેવું છે કે અન્ય પ્રકારે શાસ્ત્રમાં કહેવાયેલું ન હોય તેવી આચરણા તો સંવિગ્ન-ગીતાર્થો આચરે છે, પરંતુ શાસ્ત્રમાં અન્ય પ્રકારે કહેવાયેલી આચરણા કાલાદિ કારણે અન્ય પ્રકારે આચરે છે. ટીકા :
_ 'अन्यथा' प्रकारान्तरेण 'भणितमपि' उक्तमपि 'श्रुते' पारगतगदितागमे किञ्चिद्वस्तु 'कालादिकारणापेक्षं' दुःषमादिस्वरूपालोचनपूर्वकम् 'आचीर्णं' व्यवहृतमन्यथैव च्चियशब्दस्यावधारणार्थत्वाद् ‘दृश्यते' साक्षादुपलभ्यते 'संविग्नगीताथैः' उक्तस्वरूपैरिति । (धर्मरत्न प्रकरण-८१)
જ “નાદ્રિ' માં “માદ્રિ' પદથી ક્ષેત્ર અને ભાવનું ગ્રહણ કરવાનું છે. ભાવાર્થ :
દુષમાદિકાળનું આલોચન કરીને શ્રુતમાં કહેલા આચારો કરતાં જુદા પ્રકારના કેટલાક આચારોને સંવિગ્ન-ગીતાર્થ પુરુષો આચરે છે એમ દેખાય છે, તેનું કારણ એ છે કે ભગવાનનો કાળ વિશેષ પ્રકારનો