________________
૯૨
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા ૬૯
અવતરણિકા :
સાધુની ઉત્તમશ્રદ્ધાનું અતૃતિરૂપ બીજું કાર્ય ગાથા-દદથી બતાવવાનું શરૂ કર્યું. હવે તેનું નિગમન કરે છે –
ગાથા :
इत्तो चेव असंगं, हवइ अणुट्टाणमो पहाणयरं । तम्मत्तगुणट्ठाई, संगो तित्ती उ एगत्था ॥६९॥ इतश्चैवाऽसङ्गं भवत्यनुष्ठानं प्रधानतरम् ।
तन्मात्रगुणस्थायी सङ्गस्तृप्तिस्तु एकार्थों ॥६९।। ગાથાર્થ :
આનાથી જ=ધર્મકૃત્યોમાં અનુપરત ઈચ્છાથી જ, પ્રધાનતર એવું અસંગઅનુષ્ઠાન થાય છે. (તૃમિ) તન્માત્રગુણસ્થાયી=જે ગુણસ્થાનક પોતે પ્રાપ્ત કર્યું છે તે ગુણસ્થાનકમાત્રમાં રાખનાર છે આગળના ગુણસ્થાનકમાં જવા માટે પ્રતિબંધક છે. વળી, સંગ અને તૃમિ એકાર્યવાચી છે. ll લા
* ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે તન્માત્રગુણસ્થાયી છે, ત્યાં “તૃપ્તિ શબ્દ અધ્યાહાર છે, અને ત્યારપછી કહ્યું કે “સંગ અને તૃતિ” એકાર્થવાચી છે, એ કથન તન્માત્રગુણસ્થાયીમાં હેતુઅર્થક છે. ભાવાર્થ - સંગ અને તૃપ્તિ એકાWવાચીઃ સંયમમાં તૃમિદોષથી ઉત્તરના યોગમાર્ગમાં ગમનનો અવરોધઃ
ગાથા-૬૬ થી ૬૮ સુધી યુક્તિથી અને દષ્ટાંતથી સ્થાપન કર્યું કે ઉત્તમશ્રદ્ધાવાળા સાધુને ધર્મકૃત્યોની ઈચ્છા ક્યારેય શાંત થતી નથી, અને જે સાધુને આવા પ્રકારની ઉત્તમશ્રદ્ધા છે તે સાધુ શક્તિના પ્રકર્ષથી જે જે અનુષ્ઠાનોમાં પોતાનું સામર્થ્ય છે તે તે સર્વ અનુષ્ઠાનો શાસ્ત્રવિધિ અનુસાર સતત સેવે છે. આ પ્રકારે શાસ્ત્ર અનુસાર અનુષ્ઠાન કરવાથી ક્રમે કરીને સાધુને પ્રધાનતર એવું અસંગઅનુષ્ઠાન પ્રગટ થાય છે અર્થાત વર્તમાનમાં જે અનુષ્ઠાન સેવે છે તે વચનઅનુષ્ઠાન છે, અને વચનઅનુષ્ઠાનમાં ગૌણ રીતે અસંગભાવ છે. તેથી તે વચનઅનુષ્ઠાનમાંથી અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રધાનતર અસંગભાવ પ્રાપ્ત થાય છે.
જે સાધુ અધિક અધિક ધર્મકૃત્ય કરવા વિષયક અતૃપ્ત નથી, પરંતુ પોતાને પ્રાપ્ત અનુષ્ઠાનમાં તૃપ્ત છે અને પ્રમાદ વગર ગ્રહણ કરાયેલા વ્રતની આચરણાઓ કરે છે, તેમને તે ક્રિયાઓથી અસંગઅનુષ્ઠાન કેમ પ્રગટ થતું નથી ? એ બતાવવા માટે કહે છે
જે સાધુને પોતાના ઉચિત અનુષ્ઠાનમાં તૃપ્તિ છે, તેથી પોતાની શક્તિના પ્રકર્ષથી પ્રતિદિન અધિક અધિક તપ-સંયમમાં ઉદ્યમવાળા થતા નથી કે નવા નવા કૃતનો અભ્યાસ કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરવા યત્ન કરતા નથી, તેવા સાધુ જે ભૂમિકામાં છે તે ભૂમિકામાં અવસ્થિત રહે છે; કેમ કે પોતાને પ્રાપ્ત થયેલા સંયમમાં તેમને તૃપ્તિ છે, તેથી પોતે સ્વીકારેલાં વ્રતોની ઉચિત ક્રિયાઓ કરીને સંતોષ માને છે, પરંતુ પ્રતિદિન શક્તિસંચય કરીને અધિક અધિક અનુષ્ઠાનનું સેવન કરવા માટે યત્ન કરતા નથી.