________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬૦
૨૧૫
ગાથાર્થ :
એકાકી સાધુને સ્ત્રીવિષયક, શ્વાનવિષયક, પ્રત્યેનીક વિષચક, ભિક્ષાની વિશુદ્ધિ વિષયક અને મહાવત વિષયક દોષો થાય છે. તે કારણથી સદ્વિતીયનું બીજ સાધુ સહિતનું ગમન છે. II૧૬૦I ટીકા :
_ 'एगागियस्से 'ति एकाकिन:-असहायस्त विहरतः सतः दोषा-दूषणानि भवन्ति, तद्यथा'इत्थीसाणे'त्ति स्त्रीशुनि, अयं च समाहारद्वन्द्वः, ततश्च स्त्रीविषये श्वविषये च, तत्र स्त्रीविषये "विहवा पउत्थवइया, पयारमलहंति दट्टमेगागिं । दारपिहणे य गहणं, इच्छमणिच्छे य दोसा उ ॥१॥" तथा श्वा-कौलेयकः, तद्दोषश्च तेनैकस्य परिभवः, तथैवेति समुच्चयार्थः, प्रत्यनीके-साधुप्रद्विष्टविषये, स ह्येकाकिनमभिभवेत् 'भिक्ख-विसोहिमहव्वय'त्ति इह सप्तमीबहुवचनदर्शनात् भिक्षाविशुद्धौ विषये दोषा महाव्रतेषु च, तत्र युगपद्गृहत्रयस्य भिक्षाग्रहणे एकस्योपयोगकरणेऽन्यगृहद्वये तत्करणेऽशक्तत्वात्तदशुद्धिः, तत एव च प्राणातिपातविरमणविराधना, निमित्तप्रश्ने च निःशंकतया तद्भणने मृषावादः, विप्रकीर्णद्रव्यदर्शने जिघृक्षादिभावाददत्तादानं, स्त्रीमुखनिरीक्षणादौ मैथुनं, तत्र स्नेहात्परिग्रह इति, यस्मादेतेऽसहायस्य दोषास्तस्मात् 'सबिइज्जए'त्ति सद्वितीयस्य सप्तमीषष्टयोरभेदात् गमनं-भिक्षार्थमटनं, यदि च भिक्षाटनमपि ससहायस्यैव युक्तं तदा सुतरां विहारः ससहास्यैव युज्यते, ससहायो हि सर्वानेतान् प्रायः परिहर्तुं प्रभुर्भवतीति ॥(पञ्चाशक-११ ॥३१॥) ટીકાર્ય :
એકાકીને=અસહાય સાધુને, વિહાર કરતાં જે દોષો થાય છે તે આ પ્રમાણે સ્ત્રી અને શ્વાનમાં, અને આ સમાહારદ્વન્દ્ર છે, તેથી સ્ત્રીવિષયમાં અને શ્વાનવિષયમાં,
તત્ર-તેમાં સ્ત્રીવિષયમાં દોષો બતાવે છે : વિધવા, જેનો પતિ પરદેશ ગયો છે, અને જે સ્ત્રીને બહાર જવા માટે મળતું નથી; આ ત્રણ પ્રકારની સ્ત્રીઓ એકાકી સાધુને જોઈને દરવાજો બંધ કરીને ગ્રહણ કરે, અને સાધુ તે સ્ત્રીને ઇચ્છે તો સંયમ ભ્રષ્ટ થાય અને અસ્વીકાર કરે તો શાસનની હિલના થાય.
અને શ્વાનના દોષો બતાવે છે – તેના વડે કૂતરા વડે એકલા સાધુનો પરાભવ થાય.
મૂળ ગાથામાં તહેવ' શબ્દ સમુચ્ચય અર્થમાં છે, અને પ્રત્યેનીકમાં=સાધુ પ્રત્યેના દ્રષવાળાના વિષયમાં દોષો થાય. તે દોષો સ્પષ્ટ કરે છે ? તે પ્રત્યેનીક એકાકી સાધુનો અભિભવ કરે પરાભવ કરે.
ભિક્ષાની વિશુદ્ધિના વિષયમાં અને મહાવ્રતોના વિષયમાં દોષો થાય છે, અને તે દોષો સ્પષ્ટ કરે છે - એક સાથે ત્રણ ગૃહની ભિક્ષાના ગ્રહણમાં, એકના ઉપયોગકરણમાં અન્ય ગૃહદ્રયમાં તેના કરણમાં= ઉપયોગ કરવામાં અશક્તપણું હોવાથી એકલા સાધુથી અશક્તપણું હોવાથી, તેની અશુદ્ધિ ભિક્ષાની અશુદ્ધિ છે, અને તેથી જ=ભિક્ષાની અશુદ્ધિ છે તેથી જ, પ્રાણાતિપાત વિરમણની વિરાધના થાય છે=પહેલા મહાવ્રતની વિરાધના થાય છે; અને નિમિત્તના પ્રશ્નમાં=કોઈ ગૃહસ્થ નિમિત્તશાસ્ત્રનો પ્રશ્ન કરે તેમાં, નિઃશંકપણાથી તેના કથનમાં=નિમિત્તના કથનમાં, મૃષાવાદ દોષ છે=બીજા મહાવ્રતની વિરાધના છે. છૂટા પડેલા દ્રવ્યના દર્શનમાં તેને ગ્રહણ કરવાની ભાવનાથી અદત્તાદાન-ત્રીજા મહાવ્રતની વિરાધના છે. સ્ત્રીમુખ