________________
૨૪૨
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૯-૧૮૦
ગાથાર્થ :
અને મૂળગુણસંયુક્ત એવા ગુરુની પણ ઉપસંપદા=નિશ્રા, યુક્ત છે. ફક્ત દોષલવમાં પણ= ગુણવાન એવા ગુરુમાં યત્કિંચિત દોષમાં પણ, તેમને ગુરુને, શિક્ષા ઉચિત છે વિનયપૂર્વક માર્ગમાં પ્રવર્તાવવાને અનુકૂળ એવો શિષ્યનો ચહ્ન ઉચિત છે, જે કારણથી કહેવાયું છે. I૧૦૯
* “રોષ7 વિ' માં “મપિ' થી એ કહેવું છે કે મોટો દોષ હોય તો શિક્ષા ઉચિત છે, પણ દોષલવમાં પણ શિક્ષા ઉચિત છે.
* ગુરુvો વિ' માં “પિ' થી એ કહેવું છે કે મૂળઉત્તરગુણસંયુક્ત એવા ગુરુની તો ઉપસંપદા યુક્ત છે, પરંતુ ઉત્તરગુણસંયુક્ત ન હોય છતાં મૂળગુણસંયુક્ત હોય એવા ગુરુની પણ ઉપસંપદા યુક્ત છે. ભાવાર્થ - ગુણસંપન્ન ગુરુમાં દોષલવની પ્રાપ્તિ થાય ત્યારે શિષ્યના ઉચિત કર્તવ્યની વિધિ
કાળના સંયોગના કારણે ગુરુપદને યોગ્ય સર્વગુણોથી યુક્ત ગુરુ ન મળે ત્યારે, મૂળગુણસંયુક્ત, ગુરુપદને યોગ્ય એવા ગુણોવાળા ગુરુની નિશ્રા સાધુને યુક્ત છે, અને તેની નિશ્રામાં રહીને તેમની આજ્ઞાની આરાધના કરે તો તે સાધુમાં યતિનું સાતમું લક્ષણ સંગત થાય. આમ છતાં આરાધક સાધુએ ગુણવાન એવા ગુરુમાં દેખાતા દોષલવની ઉપેક્ષા કરવાની નથી, પરંતુ તેઓ અપ્રમાદથી સંયમયોગમાં યત્નવાળા થાય તઅર્થે ઉચિત વિનયપૂર્વક યત્ન કરવાનો છે, અને તે યત્ન કઈ રીતે કરવાનો છે તે સ્વયં ગ્રંથકાર આગળ સાક્ષીગાથાથી બતાવે છે. I૧૭લા
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે, તેથી સાક્ષીરૂપે તે ગાથા બતાવે છે – ગાથા -
मूलगुणसंपउत्तो, न दोसलवजोगओ इमो हेओ । મgવમો , પુજા, પવત્તિ વ્વો નદત્તષિ ૨૮૦ मूलगुणसंप्रयुक्तो न दोषलवयोगतोऽयं हेयः ।
મધુરોપમતઃ પુન:, પ્રર્વતતવ્યો રથોત્તે ૧૮| અન્વયાર્થ :
મૂનપુસંપત્તો મૂળગુણમાં અતિશય ઉદ્યમવાળા, કોસવનોનો દોષલવના યોગથી, રૂમો=આ= ગુરુ, રેમો =હેય નથી–ત્યાગ કરવા યોગ્ય નથી. પુખ નટુમિ વળી શાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં મgોવદમો મધુર ઉપક્રમથી=મધુર વચનથી, પત્તિ વ્યો પ્રવર્તાવવા જોઈએ શિષ્ય દ્વારા પ્રવર્તાવવા જોઈએ.
ગાથાર્થ :
મૂળગુણમાં અતિશય ઉધમવાળા ગુરુ દોષલવના યોગથી ત્યાગ કરવા યોગ્ય નથી. વળી શાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં મધુર વચનથી પ્રવર્તાવવા જોઈએ. ll૧૮ના