________________
૨૯૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૧૫-૨૧૬
વળી, ગુણવાન ગુરુને પણ અધિક ગુણવાન શિષ્ય પ્રત્યે ગૌરવ થાય છે. આથી જ સિંહગિરિને વજસ્વામી પ્રત્યે ગૌરવ થયેલું. તેથી તેમની પ્રતિભાને બતાવવા માટે પોતે ગ્રામાંતર જાય છે અને શિષ્યોને વજસ્વામી પાસે વાચના લેવાનું કહે છે, જેથી શિષ્યોને પણ ખ્યાલ આવે કે વયથી બાળ એવા પણ વજસ્વામી શ્રુતથી બાળ નથી. આમ ગુણના પક્ષપાતી ગુરુ શિષ્યના અધિક ગુણને જોઈને ગૌરવ પ્રાપ્ત કરે છે. ર૧પ
અવતરણિકા :
तदेवं गुणाधिके विनेये स्यादेव गुरोर्गौरवम्, किन्तु तेन शिष्येण गुणाधिकेनापि हीन इति कृत्वा न गुरुरवमान्य इत्येतदेवाह - અવતરણિકાર્ય :
ગાથા-૨૧૫ની ટીકામાં કહ્યું કે સિંહગિરિ ગુરુને વજસ્વામી જેવા ગુણાધિક શિષ્યમાં જેમ ગૌરવ થાય છે, તે રીતે ગુણાધિક શિષ્યમાં ગુરુને ગૌરવ થાય જ; પરંતુ ગુણાધિક એવા પણ તે શિષ્ય વડે ગુરુ પોતાનાથી હીન છે જેથી કરીને ગુરુની અવગણના કરવી જોઈએ નહિ. એને જ કહે છે –
ગાથા :
सविसेसं पि जयंतो, तेसिमवन्नं विवज्जए सम्म । तो दंसणसोहीओ, सुद्धं चरणं लहए साहू ॥२१६॥ ॥ इति गुर्वाज्ञाराधनगुरुकुलवाससेवास्वरूपं सप्तमं लक्षणम् ॥ सविशेषमपि यतमानस्तेषामवज्ञां विवर्जयति सम्यक् ।
ततो दर्शनशुद्धितः, शुद्धं चरणं लभते साधुः ॥२१६।। ગાથાર્થ :
સવિશેષ પણ યતમાન ગુરુ કરતાં સંયમમાં સવિશેષ પણ ચહ્નવાળા શિષ્ય, તેઓની ગુરુની, અવજ્ઞાને સમ્યફ વર્જન કરે છે, તેથી દર્શનશુદ્ધિ થાય છે; અને દર્શનશુદ્ધિથી સાધુ ભાવસાધુ, શુદ્ધ કલંકરહિત, ચારિત્ર પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, ગુરુ આજ્ઞાઆરાધનરૂપ ગુરુકુળવાસના સેવના સ્વરૂપ યતિનું સાતમું લક્ષણ (સમાપ્ત થયું.) I૧દ્રા ટીકા :
सविशेषमपि-शोभनतरमपि, आस्तां समं हीनं वेत्यपेरर्थः, यतमानस्तदावरणकर्मक्षयोपशमात् सूत्रार्थाध्ययनतपश्चरणप्रभृतिसदनुष्ठाने प्रयत्नवान् तेषां गुरूणामवज्ञामभ्युत्थानाद्यकरणरूपां वर्जयति-परिहरति सम्यक् शुद्धपरिणामो भावसाधुरिति प्रकृतम्, ततश्च दर्शनशुद्धेहेतोः शुद्धमकलकं चरणं-चारित्रं लभते प्राप्नोति साधुर्भावमुनिरिति ।
अयमत्राशयः-सम्यक्त्वं ज्ञानचरणयोः कारणम्, यत एवमागम:"नादंसणस्स नाणं, नाणेण विणा ण हुँति चरणगुणा ।। अगुणस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं ॥" इति ।