Book Title: Yatilakshan Samucchay Prakaran
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 328
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૨૨-૨૨૩ ૩૦૧ બદનામ કરીએ, જેથી લોકોમાં તેઓ ખરાબ સાધુ છે તેવી પ્રસિદ્ધિ થાય. જેમ તે વખતે રાજા અને મંત્રી સારા હોવા છતાં ગાંડા બનેલા લોકોની સાથે તેમની જેમ વર્તન કરવા લાગ્યા હતા, જેથી ગાંડા બનેલા લોકોએ રાજા અને મંત્રીને પોતાના જેવા છે તેમ માનીને તેમનો વિરોધ કર્યો ન હતો; તેમ સુસાધુઓ પણ પાસત્થાઓની સાથે બાહ્ય આચરણા એવી કરે કે જેથી તે પાસત્થાઓને એમ લાગે કે આ સાધુઓ પણ આપણા જેવા જ છે; તોપણ ભાવથી સંયમના પરિણામવાળા સાધુઓ ભગવાનની આજ્ઞાયુક્ત સાધુપણામાં તીવ્ર પ્રતિબંધને રાખે છે, અને બહારથી પાસત્થા જેવી આચરણા કરે છે. આવા સાધુ દ્રવ્યથી વિપરીત આચરણા કરનાર હોવા છતાં ભગવાનની આજ્ઞામાં તીવ્ર પ્રતિબંધ હોવાને કારણે જયારે સંયોગ મળે છે ત્યારે ભગવાનના વચનઅનુસાર જ આચરણા કરે છે. વળી, સંયોગોને કારણે વિપરીત આચરણા કરતા હોય ત્યારે ભગવાનની આજ્ઞા અનુસાર આચરણા કરવાનો અધ્યવસાય જીવતો છે, તેથી ભાવથી મુનિ જ છે. આનાથી અર્થથી એ પણ પ્રાપ્ત થાય છે કે વર્તમાનકાળમાં કોઈ વિષમ સંયોગોને કારણે આલયવિહારની કોઈક શુદ્ધિ સાધુ જાળવી ન શકતા હોય, તોપણ આલયવિહારઆદિની શુદ્ધિમાં શક્ય ઉદ્યમ કરનારા હોય તો ભાવથી તે મુનિ જ છે. તેથી પૂર્વમાં વર્ણન કરાયેલાં યતિનાં સાત લક્ષણો વ્યક્તરૂપે તેઓમાં ન દેખાતાં હોય તોપણ ભાવથી તે સર્વલક્ષણો છે. માટે ભાવથી તેઓ સાધુ છે. ૨૨રા અવતરણિકા : અહીં પ્રશ્ન થાય કે આરાધક જીવોને પણ વિષમકાળના દોષને કારણે સંયમમાં ઘણા અતિચારો લાગતા હોય છે, અને ઘણા અતિચારોથી ચારિત્ર નાશ પામે છે. તેથી જ્યારે વિપરીત સંયોગો હોય ત્યારે આરાધક જીવ પણ કેવી રીતે ચારિત્રના પરિણામને જિવાડી શકે? તેથી કહે છે – ગાથા : अत्थपयभावणाओ, अरत्तदुट्ठस्स सुद्धचित्तस्स ।। दोसलवे वि विणस्सइ, ण भावचरणं जओ भणिअं ॥२२३॥ अर्थपदभावनयाऽरक्तद्विष्टस्य शुद्धचित्तस्य । दोषलवेऽपि विनश्यति न भावचरणं यतो भणितम् ॥२२३।। ગાથાર્થ : અરક્તદ્વિષ્ટ શુદ્ધ ચિત્તવાળા એવા સાધુને દોષલવમાં પણ, અર્થપદની ભાવનાથી=પંચવસ્તકમાં ચતિના ભાવને જિવાડવા માટેનાં ૧૧ દ્વારા બતાવ્યાં છે, તેમાં એક દ્વાર વિચારદ્વાર છે, અને તે વિચારદ્વારમાં ગાથા-૮૫થી ૮૦૪માં બતાવેલ અર્થપદની ભાવનાથી, ભાવચારિત્ર વિનાશ પામતું નથી; જે કારણથી કહેવાયું છે, જે આગળની ગાથામાં બતાવાશે. ૨૨૩ ભાવાર્થ :- અર્થપદના ભાવનથી સંયમમાં અલાવાળા સાધુમાં પણ ભાવચારિત્રની પ્રાપ્તિ : સંયમ ગ્રહણ કર્યા પછી સંયમમાં અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે સાધુ માટે “પંચવસ્તુક' ગ્રંથમાં ૧૧ દ્વારા બતાવ્યાં છે. તેમાં વિચારદ્વારમાં ગાથા-૮૬પથી ૮૭૪માં અર્થપદનું ભાવન બતાવેલ છે, તે આ પ્રમાણે છે

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334