Book Title: Yatilakshan Samucchay Prakaran
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 326
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૨૧-૨૨૨ ૨૯૯ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે “વર્તમાનમાં ભાવસાધુ નથી” એમ જે કહે છે તેને શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે પ્રાયશ્ચિત્તને કહેનાર શાસ્ત્રવચન બતાવે છે – ગાથા : जो भणइ णत्थि धम्मो, ण य सामइ ण चेव य वयाइं । सो समणसंघबज्झो, कायव्वो सव्वसमणसंघेण ॥२२१॥ यो भणति नास्ति धर्मो, न च सामायिकं न चैव च व्रतानि । स श्रमणसङ्घबाह्यः, कर्तव्यः सर्वश्रमणसङ्घन ॥२२१॥ ગાથાર્થ : જે કહે છે ધર્મ નથી અને સામાયિક નથી અને વ્રતો નથી, તેને સર્વશ્રમણસંઘે શ્રમણસંઘથી બહાર કરવો જોઈએ. ll૨૨૧TI ભાવાર્થ - વર્તમાનમાં ધર્મ, સામાજિક અને વ્રતો નથી એમ કહેનારને સંધ બહાર કરવાની આજ્ઞા વર્તમાનમાં ઘણા સાધુના શિથિલ આચારોને જોઈને કોઈ કહે કે- “વર્તમાનમાં ધર્મ નથી, ભગવાને કહેલું સમભાવરૂપ સામાયિક પણ નથી, શાસ્ત્રમાં કહ્યાં છે તેવાં વ્રતો પણ નથી, માટે ભગવાનનું શાસન વર્તમાનમાં વિચ્છિન્ન છે; અને જે કાંઈ ધર્મઅનુષ્ઠાનો થાય છે તે સર્વ ભગવાનના વચન અનુસાર નહિ હોવાથી ધર્મરૂપ નથી.” આ પ્રમાણે બોલનારને ભગવાને પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે કે સર્વશ્રમણ સંઘે આવા સાધુને શ્રમણસંઘથી બહાર મૂકવો જોઈએ. આ વચનથી એ ફલિત થાય કે આવું બોલનાર મૃષા ભાષણ કરનાર છે, અને મહાપ્રાયશ્ચિત્તનો અધિકારી છે, માટે વર્તમાનમાં વ્રતો નથી એમ બોલાય નહિ; પરંતુ કોઈક આરાધક જીવોમાં ભગવાનના વચન અનુસાર વ્રતો છે, માટે તેવા ઉત્તમ સાધુની પ્રશંસા કરવી જોઈએ, જેથી સંયમ સુલભ થાય; પરંતુ વર્તમાનમાં કોઈ સાધુ નથી એમ કહીને સુસાધુનો અપલાપ કરવો જોઈએ નહિ. ર૨૧/ અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે વર્તમાનમાં સુસાધુનો વિચ્છેદ નથી. અહીં પ્રશ્ન થાય કે સાધુપણું ગીતાર્થ ઉપર જીવે છે, અને કાલદોષના કારણે શાસ્ત્રમાં બતાવ્યા તેવા ગીતાર્થસાધુ ઉપલબ્ધ ન હોય, છતાં કોઈક સુસાધુ છે, એવો નિર્ણય કઈ રીતે થઈ શકે ? એથી કહે છે – ગાથા : बहुमुंडाइवयणओ, आणाजुत्तेसु गहिअपडिबंधो । विहरंतो वि मुणिच्चिय, अगहिलगहिलस्स णीईए ॥२२२॥ बहुमुण्डादिवचनतः, आज्ञायुक्तेषु गृहीतप्रतिबन्धः । विहरन्नपि मुनिरेवाऽग्रथिलग्रथिलस्य नीत्या ॥२२२।।

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334