Book Title: Yatilakshan Samucchay Prakaran
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 324
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૧૭-૨૧૮-૨૧૯ ૨૯૭ વળી, વર્તમાનમાં મહાવિદેહમાં યતિનાં આ સાત લક્ષણોને ધારણ કરનારા અપરિમિત સાધુઓ સિદ્ધ થઈ રહ્યા છે. તેથી શાશ્વત સુખના અનન્ય ઉપાયભૂત એવાં આ સાત લક્ષણોને ધારણ કરનાર સાધુ સમ્યફ પ્રશંસા કરવા યોગ્ય છે; કેમ કે તેમની પ્રશંસા કરવાથી તેમના જેવા થવાનું સત્ત્વ પોતાનામાં પ્રગટ થાય છે; અને જેમ તે સાધુઓ આ સાત લક્ષણોના સેવનના બળથી સંસારને તરી ગયા, તરી જશે અને તરી રહ્યા છે, તેમ તેઓની સમ્યફ પ્રશંસા કરનાર જીવો પણ તે સાત લક્ષણવાળા સાધુપણાને પામીને અવશ્ય આ સંસારથી તરી જશે. ૨૧૭-૨૧૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સાત લક્ષણોને ધારણ કરનારા સાધુની સમ્યક પ્રશંસા કરવી જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે આવા સાત લક્ષણવાળા સાધુ વર્તમાનમાં મળવા દુર્લભ છે, માટે એવા સાધુની પ્રશંસા કઈ રીતે થઈ શકે ? તેના સમાધાન માટે કહે છે – ગાથા : एयारिसो अ साहू, महासओ होइ दूसमाए वि । गीयस्थपारतंते, दुप्पसहंतं जओ चरणं ॥२१९॥ एतादृशश्च साधुर्महाशयो भवति दुःषमायामपि । गीतार्थपारतन्त्र्ये, दुष्प्रसहान्तं यतःचरणम् ॥२१९।। ગાથાર્થ : અને દુષમકાળમાં પણ ગીતાર્થનું પરતંત્રપણું હોતે છતે આવા પ્રકારના=પૂર્વમાં યતિનાં સાત લક્ષણો બતાવ્યાં એવા પ્રકારના, મહાન આશયવાળા સાધુઓ હોય છે, જે કારણથી દુપસહસૂરિ સુધી ચાસ્ત્રિ છે. l૨૧૯ * “તૂસાઇ વિ'માં “પિ'થી એ કહેવું છે કે ચોથા આરામાં તો આવા પ્રકારના સાધુઓ હોય છે પણ દુષમકાળમાં પણ આવા સાધુઓ છે. ભાવાર્થ :- દુષમકાળમાં પણ સુસાધુની પ્રાપ્તિ ઃ પૂર્વગાથાના અંતમાં કહ્યું કે યતિનાં આ સાત લક્ષણ ધારણ કરનારા સાધુની પ્રશંસા કરવી જોઈએ. ત્યાં સ્થૂલથી વિચાર કરનારાને લાગે કે દુષમકાળમાં આવાં લક્ષણો ધારણ કરનારા સાધુ કઈ રીતે સંભવે? કેમ કે વર્તમાનમાં યતિનાં સાત લક્ષણવાળા સાધુ ક્યાંય દેખાતા નથી. એથી કહે છે સુષમકાળમાં યતિનાં સાત લક્ષણવાળા ઘણા સાધુ હતા, તેમ દુષમકાળમાં પણ જે સાધુમાં ગીતાર્થને પરતંત્ર રહેવાનો પ્રામાણિક પરિણામ છે, અને સહેજ પણ વક્રતા વગર ગીતાર્થને શોધવા માટે સમ્યફ યત્ન કરતા હોય, અને કદાચ ગીતાર્થ ન મળ્યા હોય તો શાસ્ત્રમર્યાદા અનુસાર પાસસ્થાઆદિ સાથે રહેતા હોય, અને સંવિગ્નગીતાર્થ સાધુની પ્રાપ્તિ માટે શક્ય યત્ન કરતા હોય, અને અંતઃપરિણામથી ગીતાર્થને પરતંત્ર થવાનો પરિણામ સહેજ પણ પ્લાન થયો ન હોય, તેવા સાધુ શાસ્ત્રનાં વચનોનું અવલંબન લઈને પોતાની શક્તિ અનુસાર અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા હોય, તો તેઓનો રાગ માત્ર મોક્ષપ્રાપ્તિના ઉપાયોમાં જોડાયેલો હોય છે. તેથી મોક્ષની પ્રાપ્તિના ઉપાયોને છોડીને અન્યત્ર ક્યાંય રાગ કરતા નથી અને મોક્ષના

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334