________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૨૫-૨૨૬
૩૦૫
ગાથા :
आसयसुद्धीइ तओ, गुरु परतंतस्स सुद्धलिंगस्स । भावजइत्तं जुत्तं, अज्झप्पज्झाणणिरयस्स ॥२२५॥ आशयशुद्ध्या ततो गुरुपरतन्त्रस्य शुद्धलिङ्गस्य ।
भावयतित्वं युक्तमध्यात्मध्याननिरतस्य ॥२२५।। ગાથાર્થ :
તે કારણથી=પૂર્વમાં બતાવ્યાં તેવાં સાત લક્ષણોને ધારણ કરનારા સાધુઓ વર્તમાનમાં સર્વથા નથી એમ નહિ તે કારણથી, ગુરુપરતંત્ર, શુદ્ધ લિંગવાળા, અધ્યાત્મધ્યાનમાં નિરત એવા સાધુનું ભાવયતિપણું આશયશુદ્ધિથી=અર્થપદની ભાવનાથી કરાયેલ આશયશુદ્ધિથી, યુક્ત છે. ૨૨પા ભાવાર્થ :- ભાવયતિનું સ્વરૂપ :
- જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી ગુણવાન ગીતાર્થ ગુરુને પરતંત્ર છે, શક્તિ અનુસાર સંયમની શુદ્ધ આચરણા કરે છે તેથી શુદ્ધ લિંગવાળા છે, અધ્યાત્મ-ધ્યાનમાં નિરત છે અર્થાત્ મારે શુદ્ધ આત્માને પ્રગટ કરવો છે તેવું લક્ષ્ય કરીને, શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ સર્વ ઉચિત ક્રિયાઓ અપ્રમાદભાવથી કરે છે; તેથી અધ્યાત્મને પ્રગટ કરવા માટે એકાગ્ર મનવાળા છે, અને અનાભોગ કે સહસાત્કારથી કોઈક અતિચારો લાગી જાય તો તેની ઉપેક્ષા ન થાય તે માટે હંમેશાં અર્થપદનું ભાવન કરે છે, જેથી અતિચારની શુદ્ધિ માટેનો યત્ન સમ્યફ થાય; આવા સાધુનું અતિચારના શોધન માટેના કરાયેલા સમ્યફ યત્નરૂપ આશયશુદ્ધિથી સંયમમાં અલના હોવા છતાં ભાવસાધુપણું સંગત છે. ર૨પા અવતરણિકા :
ગ્રંથની સમાપ્તિમાં ગ્રંથકાર ગ્રંથ રચવાનું પ્રયોજન બતાવે છે –
ગાથા :
इय सत्तलक्खणत्थो, संगहिय सुबहुतंतवक्कत्थं । फुडविअडो वि य भणिओ, सपरेसिमणुग्गहट्ठाए ॥२२६॥ इति सप्तलक्षणार्थः, सङ्गृह्य सुबहुतन्त्रवाक्यार्थम् ।
स्फुटविकटोऽपि च भणितः, स्वपरेषामनुग्रहार्थाय ॥२२६॥ ગાથાર્થ :
આ પ્રમાણે ગાથા-૨૨૫ સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, સુબહુ તંત્રના વાક્યર્થનો સંગ્રહ કરીને= ઘણાં શાસ્ત્રોના વાક્યોના અર્થનો સંગ્રહ કરીને, સ્વ-પરના અનુગ્રહ માટે પોતાને ચંતિના સ્વરૂપની સ્મૃતિ દ્વારા પોતાના અનુગ્રહ માટે, અને પતિના સ્વરૂપનો બોધ કરાવવા દ્વારા શ્રોતાનો અનુગ્રહ કરવા માટે, સ્પષ્ટ વિકટ પણ=જે પદાર્થોને સ્પષ્ટ કરવા ઘણા વિકટ છે એવો પણ, સાત લક્ષણોના અર્થવાળો યતિના સાત લક્ષણોના અર્થને બતાવનારો એવો પ્રસ્તુત ગ્રંથ કહેવાયો. ર૨શા