________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૨૨૪-૨૨૫ અતિક્રમણ કરતા નથી. મૂળ વડે=મૂળ પ્રાયશ્ચિત્ત વડે, એક વ્રતને અતિક્રમણ કરતા પાંચેય વ્રતને અતિક્રમણ કરે છે.
૩૦૪
* ‘નસ હૈ ના તવવાળ’ના બદલે ‘છેઝમ નાવ વાળું'નો પાઠ પ્રસ્તુત ગ્રંથની ૨૦૦મી ગાથા પ્રમાણે અથવા ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથની ૧૦૦મી ગાથા પ્રમાણે હોવો જોઈએ.
આખી ટીકાનું નિગમન કરતાં કહે છે
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે બકુશ-કુશીલમાં નિયમભાવિ દોષલવ છે. જો તેના વડે—દોષલવો વડે, યતિ વર્ષનીય થાય=સાધુ અસાધુ થાય, તો અવર્જનીય નથી જ=સાધુ તરીકે સર્વ સાધુઓ અવર્જનીય નથી જ=વર્જનીય જ છે. તેથી સુસાધુ કોઈ નથી તેમ માનવું પડે; અને તેના અભાવમાં=સુસાધુના અભાવમાં તીર્થના પણ અભાવનો પ્રસંગ છે.
ભાવાર્થ :
બકુશ-કુશીલ સાધુથી ભગવાનના તીર્થની પ્રાપ્તિ :
સર્વ તીર્થંકરોના તીર્થને ચલાવનારા સાધુઓ બકુશ-કુશીલ સંભવે છે, અને બકુશ-કુશીલ સાધુઓમાં નિયમથી અતિચારો સંભવે છે; કેમ કે બકુશ-કુશીલ સાધુઓ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં વર્તનારા હોય છે, અને છઠ્ઠું-સાતમું ગુણસ્થાનક અંતર્મુહૂર્તમાં પરાવર્તન પામનારું છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં સાધુઓ હોય ત્યારે સાધુઓમાં અવશ્ય પ્રમાદ હોય છે તેથી સૂક્ષ્મ અતિચારો લાગતા હોય છે. આમ છતાં જ્યાં સુધી જે દોષ માટે સાતમા પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે દોષને સેવનારા સાધુ ચારિત્રવાળા જ છે; અને જે સાધુ સાતમા પ્રાયશ્ચિત્તથી અધિક પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તેવો દોષ સેવે તે ચારિત્રહીન છે. તેથી એ પ્રાપ્ત થયું કે બધા તીર્થંકરોના તીર્થના સાધુઓ સંપૂર્ણ દોષરહિત સાધુપણું પાળી શકતા નથી, પણ જે કંઈ અતિચારો લાગે છે તે અતિચારોની શુદ્ધિ ‘‘અર્થપદના ભાવનથી તેઓ કરે છે”, અને સંયમમાં બદ્ધ રાગવાળા થઈને યત્ન કરે છે તેઓમાં ભાવચારિત્ર છે. તેથી વર્તમાનકાળમાં જે સાધુઓ છે તેઓ પણ બકુશ-કુશીલ છે અને પ્રમત્ત ગુણસ્થાનકમાં હોય ત્યારે સૂક્ષ્મ અતિચાર તેમને લાગતા હોય છે અને ક્વચિત્ તેવા સંજોગોને પામીને મોટા અતિચાર પણ લાગતા હોય છે; આમ છતાં, અર્થપદનું ભાવન કરીને અતિચારની શુદ્ધિ કરે તો તે સાધુમાં નિયમા ભાવચારિત્ર છે. જે સાધુ સંયમમાં અતિચાર લાગ્યા પછી અર્થપદનું ભાવન કરીને શુદ્ધિ કરતા નથી, તેમનું ચારિત્ર નાશ પણ થઈ શકે છે અને દુરન્ત સંસારનું કારણ પણ બની શકે છે. વળી, જે સાધુ સંસારના પરિભ્રમણથી ભય પામેલા છે, શક્તિ પ્રમાણે સંયમમાં ઉદ્યમ કરે છે, છતાં અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદ હોવાના કારણે અતિચારો લાગે, તોપણ તે અતિચારોની શુદ્ધિમાં યત્ન ઉલ્લસિત થાય તે અર્થે પંચવસ્તુકમાં બતાવાયેલા અર્થપદનું ભાવન કરે, તો ભાવસાધુપણું સુરક્ષિત રહે છે. ૨૨૪॥
અવતરણિકા :
ગાથા-૨૧૬ સુધી યતિનાં સાત લક્ષણો બતાવ્યાં અને ત્યારબાદ ગાથા-૨૧૭થી તેનો ફલિતાર્થ બતાવવાનું શરૂ કરેલ. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે –