________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ ગાથા : ૨૧૫
શું કરતો પાપશ્રમણ અને મહામોહનો બંધક છે ? એથી કહે છે- ગુરુની નિંદાને કરતો અને તેની વૈયાવચ્ચઆદિમાં આદરને નહિ કરતો પાપશ્રમણ છે અને મહામોહનો બંધક છે એમ અન્વય છે; અને આવશ્યકમાં ત્રીસ મોહનીય સ્થાનોમાં આવા પ્રકારનું સૂત્રાંતર કહેવાય છે.
૨૯૩
મંદબુદ્ધિને કારણે ‘આચાર્ય, ઉપાધ્યાયની નિંદા કરતો અને તે જ જ્ઞાનીની સમ્યક્ વૈયાવચ્ચ નહિ કરતો મહામોહને બાંધે છે.”
અહીં ગાથામાં મહામોહને બાંધે છે એ ક્રિયાપદ અધ્યાહાર છે.
આહ - અહીં શંકા કરે છે- ગુરુમાં સામર્થ્યનો અભાવ હોતે છતે જો શિષ્ય અધિકતર યતના=સાધ્વાચાર વિષયક અધિકતર યતના, અધિકતર તપ, અધિકતર શ્રુતઅધ્યયનઆદિ કરે તો શું યુક્ત છે ? અથવા ગુરુના લાઘવનો હેતુ હોવાથી યુક્ત નથી ? એ પ્રકારની શંકામાં જવાબ આપે છે- ગુરુની અનુજ્ઞાથી યુક્ત જ છે; કેમ કે ગુરુના ગૌરવનું હેતુપણું છે, અને શ્રી વજસ્વામીમાં સિંહગિરિ ગુરુની જેમ ગુણાધિક વિનયમાં=ગુણાધિક શિષ્યમાં, ગુરુને ગૌરવ થાય છે.
‘તથાદિ'થી વજસ્વામીનું દૃષ્ટાંત બતાવે છે.
ભાવાર્થ :- શુદ્ધ પ્રરૂપણા કરનાર ગુરુની અવગણનામાં પાપશ્રમણતા અને મહામોહબંધની પ્રાપ્તિ
ગાથા-૨૧૪માં ‘‘ગુરુઆજ્ઞાઆરાધનરૂપ” યતિના સાતમા લક્ષણનું નિગમન કરતાં સ્થાપન કર્યું કે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરનારા સુસાધુઓ શુદ્ધપ્રરૂપક ગુરુને પામીને તેમની આજ્ઞાને મૂક્તા નથી. એ વાત એમ જ છે, એ બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં બતાવ્યું કે જે સાધુ સંયમ લઈને સંયમની અન્ય ક્રિયાઓ યથાર્થ કરતા હોય, આમ છતાં શુદ્ધપ્રરૂપક ગુરુની હીલના કરે અર્થાત્ તેમની આજ્ઞા ન માને અથવા તો શુદ્ધપ્રરૂપક ગુરુની નિંદા કરે અથવા તો શુદ્ધપ્રરૂપક ગુરુની વૈયાવચ્ચ આદિ ન કરે તો ઉત્તરાધ્યયનસૂત્રમાં તેઓને પાપશ્રમણ કહ્યા છે; અને મોહનીયનાં ૩૦ સ્થાનોને બતાવનાર જે સૂત્રાંતર છે તે સૂત્રાંતરમાં આવા સાધુને પ્રકૃષ્ટ મિથ્યાત્વ મોહનીય બંધાય છે તેમ કહ્યું છે.
આનાથી એ ફલિત થાય કે ભગવાનની આજ્ઞા અનુસાર સમ્યક્ યત્ન કરનારા સાધુઓ જેમ અન્ય સર્વ ક્રિયાઓ અપ્રમાદભાવથી કરે છે, તેમ શુદ્ધપ્રરૂપણા કરનારા ગુરુને પામીને તેમની આજ્ઞાને ક્યારેય મૂકતા નથી; કેમ કે જો તેમની આજ્ઞાનું પાલન ન કરે તો તેવા ગુણિયલ ગુરુની હીલના થાય, અને તેમની હીલના કરવાથી અન્ય સર્વ ક્રિયાઓ શાસ્ત્રાનુસારી કરાતી હોય તોપણ તે સાધુ પાપશ્રમણ છે; જેમ જમાલી ભગવાનની આજ્ઞાને છોડીને નિરતિચાર ચારિત્ર પાળનારા હતા તોપણ પાપશ્રમણ હતા. માટે સુસાધુએ શુદ્ધપ્રરૂપક એવા સંવિગ્નગીતાર્થની આજ્ઞા મૂકવી જોઈએ નહિ, અને જો સંવિગ્નગીતાર્થ ન મળે તો સંવિગ્નપાક્ષિકની પણ આજ્ઞાને મૂકવી જોઈએ નહિ, જેથી ગુરુઆજ્ઞાઆરાધનરૂપ યતિનું સાતમું લક્ષણ પ્રાપ્ત થાય.
અહીં ટીકામાં ‘આદ્દ'થી શંકા કરી કે ગુરુના સામર્થ્યનો અભાવ હોય અને શિષ્ય સંયમની યતના, શ્રુતઅધ્યયનઆદિમાં અધિકતર યત્ન કરે, તો તે ઉચિત છે કે નહિ ? તેનું સમાધાન કરતાં કહે છે કે ગુરુની આજ્ઞાથી યુક્ત જ છે; અને તેમાં યુક્તિ આપી કે વજસ્વામી જેવા ગુણાધિક શિષ્ય ગૌરવનો હેતુ છે. તેથી એ ફલિત થાય કે કોઈક ગુરુ ગીતાર્થ હોય, શુદ્ધપ્રરૂપક હોય અને તેમની પાસે સંયમ ગ્રહણ કરીને કોઈક શિષ્ય તૈયા૨ થયેલો હોય, તેમ છતાં ગુરુ કરતાં તેનામાં અધિક સામર્થ્ય હોય, તેથી અધિકતર સંયમની યતના કરતા હોય, અધિકતર તપ કરતા હોય કે અધિકતર શ્રુતઅધ્યયન કરતા હોય, તો તેનાથી ગુરુનું લાધવ થતું નથી, પરંતુ ગુરુનું ગૌરવ વધે છે. જેમ સિંહગિરિ ગુરુ કરતાં વજસ્વામી શિષ્ય અધિકતર શ્રુતધર હતા, તેથી સિંહગિરિ ગુરુને અધિક ગૌરવની પ્રાપ્તિ થઈ.