________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૮૬
૨૫૫
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે “ગુરુરાગને આશ્રયીને પંથકમુનિ વિશેષ છે.” ત્યાં પ્રશ્ન થાય કે શું ૫૦૦ શિષ્યોને ગુરુરાગ ન હતો? જો ગુરુરાગ ન હોય તો ચારિત્ર કઈ રીતે સંભવે? તેથી કહે છે –
ગાથા :
णियमेण चरणभावा, पंचसयाणं पि जइ वि गुरुराओ । तहवि अ परिणामवसा, उक्किट्ठो पंथगस्सेसो ॥१८६॥ नियमेन चरणभावात्पञ्चशत्या अपि यद्यपि गुरुरागः ।
तथापि च परिणामवशादुत्कृष्टः पन्थकस्यैषः ॥१८६।। ગાથાર્થ :
૫૦૦ શિષ્યોને પણ ચારિત્રનો ભાવ હોવાને કારણે જોકે નિયમથી ગુરુરાગ છે, તોપણ પરિણામના વશથી આ ગુરુરાગ, પંથકને ઉત્કૃષ્ટ છે. II૧૮શા
ભાવાર્થ :- લકસૂરિના ૫૦૦ શિષ્યો કરતાં પંથકમુનિને ગુરુ પ્રત્યે ઉત્કટરાગ :
૫૦૦ શિષ્યો ચારિત્રના પરિણામવાળા હતા અને ચારિત્રનો પરિણામ સર્વત્ર સમભાવવાળો હોય છે, અને સરાગ ચારિત્રવાળાનો સમભાવનો પરિણામ ગુણ પ્રત્યેના રાગથી અને દોષ પ્રત્યેના દ્વેષથી યુક્ત હોય છે. તેથી જે ગુરુએ શાસ્ત્રો ભણાવીને પોતાના ઉપર મહાન ઉપકાર કર્યો છે તેવા શૈલકગુરુ પ્રત્યે નિયમા ૫૦૦ શિષ્યોને રાગ હતો. જો ઉપકારી એવા પણ ગુરુ પ્રત્યે રાગ ન હોય, અને ૫૦૦ શિષ્યો માત્ર સ્વાર્થવૃત્તિવાળા હોય, તો ચારિત્રનો પરિણામ રહી શકે નહિ. વળી, શાસ્ત્ર ૫૦૦ શિષ્યોમાં ચારિત્રનો પરિણામ હતો તેમ સ્વીકારે છે. તેથી ઉપકારી એવા ગુરુ પ્રત્યે ૫૦૦ શિષ્યોને અવશ્ય રાગ હતો, તોપણ પરિણામવિશેષને કારણે પંથકમુનિને ઉત્કૃષ્ટ રાગ હતો.
જેમ સંયમી સાધુને સર્વ ઉચિત યોગો પ્રત્યે રાગ હોય છે, તોપણ જે યોગ પોતે વિશેષથી સેવી શકતા હોય તે યોગ પ્રત્યે કોઈકને અધિક પણ રાગ હોય છે, તેથી અપ્રમાદભાવથી તે યોગમાં દઢ યત્ન કરી શકે છે; તેમ પંથકમુનિને પણ સર્વ ઉચિત યોગો પ્રત્યે રાગ હતો, તોપણ ગુણવાન અને ઉપકારી એવા ગુરુ પ્રત્યે અત્યંત રાગ હતો. તેથી પંથકમુનિ ગુરુના હિતની અધિક ચિંતા કરીને ગુરુ સાથે રહીને સંયમયોગમાં અપ્રમાદ માટે યત્ન કરીને વિશેષ નિર્જરા કરી શક્યા; અને ઉપકારી એવા ગુરુ પ્રત્યે ૫૦૦ શિષ્યોને પણ રાગ હતો, આથી અનેક વખત વાચનાદિમાં યત્ન કરવા માટે ગુરુને વિવેકપૂર્વક પ્રાર્થના કરતા હતા. આમ છતાં ગુરુ અપ્રમાદી થઈને વાચના માટે ઉદ્યમવાળા ન થયા ત્યારે સંયમમાં અપ્રમાદની વૃદ્ધિ અર્થે શાસ્ત્રવચનનું સ્મરણ કરીને અને પંથકમુનિને ગુરુની વૈયાવચ્ચનું કૃત્ય ભળાવીને ૫૦૦ શિષ્યોએ વિહાર કર્યો. તેથી પંથકમુનિ જેવો ઉત્કૃષ્ટ રાગ નહિ હોવા છતાં તેઓના સંયમમાં લેશ પણ પ્લાનિ થયેલ નથી. આથી જ ૫૦૦ શિષ્યોને પણ ચારિત્રની શુદ્ધિ હતી. /૧૮દી