________________
૨૫૩
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૮૪-૧૮૫ નથી. આમ છતાં ૫૦૦ શિષ્યોએ ત્યાગ કર્યો, તેથી તેઓ સુશિષ્યો નથી તેવો અર્થ પ્રાપ્ત થાય; અને જો ૫૦૦ શિષ્યોએ ત્યાગ કર્યો તે ઉચિત છે એમ સ્વીકારીએ તો પંથકમુનિએ પણ તેવા ગુરુનો ત્યાગ કરવો ઉચિત ગણાય.
વળી, શૈલકસૂરિમાં મૂળગુણો હોવા છતાં ઉત્તરગુણો નહિ હોવાના કારણે ૫૦૦ શિષ્યોએ ત્યાગ કર્યો તે ઉચિત છે, અને પંથકમુનિએ તે ગુરુનો અત્યાગ કર્યો તે પણ ઉચિત છે, તો બન્ને કથન કઈ રીતે સંગત થાય? આ બધી વસ્તુ ચિંત્ય છે અર્થાત વિચારવા જેવી છે, એ પ્રમાણે ગાથા-૧૮૨ થી ૧૮૪ સુધી શંકા કરીને હવે પછી ગ્રંથકાર તેનું સમાધાન કરે છે. ll૧૮૪ અવતરણિકા :
ધર્મરત્નપ્રકરણ ગ્રંથમાં બતાવેલ પંથકમુનિના દષ્ટાંતમાં ઉદ્ભવેલી શંકાને ગાથા-૧૮૨થી ૧૮૪ સુધી બતાવીને તેનું હવે સમાધાન કરે છે –
ગાથા :
भन्नइ पंचसयाणं, चरणं तुल्लं च पंथगस्सावि । अहिगिच्च उ गुरुरायं, विसेसिओ पंथओ तहवि ॥१८५॥ भण्यते पञ्चशत्याश्चरणं तुल्यं च पन्थकस्यापि ।
अधिकृत्य च गुरुरागं, विशेषितः पन्थकस्तथापि ॥१८५॥ ગાથાર્થ :
મનડું કહેવાય છે=ગાથા-૧૮૨ થી ૧૮૪ સુધી ઉદ્ભવેલા પ્રશ્નોના ઉત્તર કહેવાય છે, ૫૦૦ શિષ્યોનું અને પંથકનું પણ ચારિત્ર તુલ્ય છે ચારિત્રમાં સર્વ અપ્રમાદી છે, તોપણ ગુરુરાગને આશ્રયીને પંથક વિશેષિત છે=પંથકમુનિને અન્ય સાધુઓ કરતાં ગુરુરાગ અધિક છે. ll૧૮પ ભાવાર્થ :
શૈલકસૂરિના ૫૦૦ શિષ્યો અને પંથકમુનિ બધા ભાવથી ચારિત્રના પરિણામવાળા હતા. તેથી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હતા. માટે જેમ પંથકમુનિ ચારિત્રના પરિણામને કારણે ઉચિત પ્રવૃત્તિ કરનારા હતા તેમ ૫૦૦ સાધુઓ પણ ચારિત્રના પરિણામને કારણે ઉચિત પ્રવૃત્તિ કરનારા હતા. તેથી જેમ પંથકમુનિમાં ગુણવાનને પરતંત્રતારૂપ શિષ્યભાવ હતો, તેમ ૫૦૦ શિષ્યોમાં પણ ગુણવાનને પરતંત્રતારૂપ શિષ્યભાવ હતો. માટે ગાથા-૧૮૨માં કહ્યું કે શૈલકસૂરિની સેવામાં રહેલા પંથકમુનિમાં શૈલકસૂરિનું શિષ્યપણું છે, તો શૈલકસૂરિને છોડીને જનારા ૫૦૦ શિષ્યોમાં શૈલકસૂરિનું શિષ્યપણું નથી તેનું સમાધાન થઈ જાય છે, કેમ કે પંથકમુનિની જેમ ૫૦૦ શિષ્યો પણ ચારિત્રના પરિણામવાળા હોવાથી ગુણવાનને પરતંત્ર રહેવાના ભાવવાળા હતા, માટે તેઓમાં પણ શિષ્યભાવ હતો.
અહીં પ્રશ્ન થાય કે ચારિત્રનો પરિણામ હોવાથી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોવાને કારણે જેમ પંથકમુનિએ ગુરુનો ત્યાગ કર્યો નહિ, તેમ ૫૦૦ શિષ્યોએ પણ ગુરુનો ત્યાગ કરવો જોઈતો ન હતો; પરંતુ ગુરુ પ્રમાદી