________________
૨૮૯
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૧૪-૨૧૫ ગુરુ હોય તો ચંડરુદ્રાચાર્યની જેમ ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. ત્યારપછી ગાથા ૨૦૫ થી બતાવ્યું કે સંવિગ્નગીતાર્થ સુસાધુ ન મળે તો અપવાદથી શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનારા એવા સંવિગ્નપાક્ષિકને પણ ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – ગાથા :
तम्हा सुद्धपरूवगमासज्ज गुरुं ण चेव मुंचंति । तस्साणाइ सुविहिआ, सविसेसं, उज्जमंति पुणो ॥२१४॥ तस्माच्छुद्धप्ररूपकमासाद्य गुरुं नैव मुञ्चन्ति ।
तस्याज्ञादि सुविहिताः, सविशेषमुद्यच्छन्ति पुनः ॥२१४॥ ગાથાર્થ :
તે કારણથી જો સંવિગ્નગીતાર્થ સાધુ મળે તો તેમની આજ્ઞાને આધીન થઈને પ્રવૃત્તિ કરવી જોઈએ, અને જો સંવિગ્નગીતાર્થ સાધુ ન મળે તો અપવાદથી સંવિઝપાક્ષિકની પણ આજ્ઞામાં રહીને સુસાધુએ પ્રવૃત્તિ કરવી જોઈએ તેમ પૂર્વમાં સ્થાપન કર્યું તે કારણથી, શુદ્ધપ્રરૂપક એવા ગુરુને પ્રાપ્ત કરીને તેમની આજ્ઞાદિને સુવિહિત સાધુઓ મૂકતા નથી જ, વળી, સવિશેષ ઉધમ કરે છે. ર૧૪ ભાવાર્થ :
ગુરુ આજ્ઞાઆરાધન ગુણનું અત્યાર સુધી વર્ણન કર્યું. તેનું નિગમન કરતાં કહે છે- સુવિહિત સાધુઓ શુદ્ધપ્રરૂપક ગુરુને પામીને તેમની આજ્ઞાદિને મૂકતા નથી. કદાચ તે શુદ્ધકરૂપક ગુરુ સંવિગ્નગીતાર્થ પણ હોય, અને વિષમકાળના કારણે શુદ્ધપ્રરૂપક ગુરુ સંવિગ્નગીતાર્થ ન મળે તો સંવિગ્નપાક્ષિક પણ હોય, તોપણ સુવિહિત સાધુઓ તેમની આજ્ઞાદિને મૂકતા નથી, અને તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને સંયમની વૃદ્ધિ થાય તે રીતે સવિશેષ ઉદ્યમ કરે છે. કદાચ ગુરુ તરીકે સંવિગ્નપાક્ષિક પ્રાપ્ત થયા હોય તોપણ સંવિગ્નપાક્ષિકના જે કાંઈ શિથિલ આચારો છે તેને જોઈને સુસાધુઓ આચારોમાં શિથિલ થતા નથી, પરંતુ સંયમના કંડકો વધે તે રીતે સવિશેષ ઉધમ કરે છે. આવા સુસાધુઓમાં ગુરુ આજ્ઞાઆરાધનરૂપ યતિનું લક્ષણ છે, માટે તેઓ ભાવથી સાધુ છે. ૨૧૪ અવતરણિકા -
પૂર્વમાં કહ્યું કે શુદ્ધ પ્રરૂપણા કરનારા એવા ગુરુની આજ્ઞાનું સુવિહિત સાધુઓ અતિક્રમણ કરતા નથી. તેને દઢ કરવા માટે કહે છે –
ગાથા :
एअं अवमन्नंतो, वुत्तो सुत्तमि पावसमणुत्ति । महमोहबंधगो वि अ, खिसंतो अपरितप्पंतो ॥२१५॥ एतमवमन्यमान उक्तः सूत्रे पापश्रमण इति । महामोहबन्धकोऽपि च ख्रिसन्नपरितप्यमानः ॥२१५॥