________________
૨૮૮
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૧૩-૨૦૧૪
અવતરણિકા :
ગાથા-૨૦૫માં કહેલ કે ચારિત્રને ધારણ કરવામાં અસમર્થ પણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનાર સાધુ શુદ્ધ પ્રરૂપણા ગુણથી ગુરુ જ છે. તે ઉપદેશમાલાના વચનથી દેઢ કરે છે –
ગાથા :
हीणस्स वि सुद्धपरूवगस्स नाणाहिअस्स कायव्वा । इय वयणाओ तस्स वि, सेवा उचिया सुसाहूणं ॥२१३॥ हीनस्यापि शुद्धप्ररूपकस्य ज्ञानाधिकस्य कर्तव्या ।
इति वचनात्तस्यापि, सेवोचिता सुसाधूनाम् ॥२१३॥ ગાથાર્થ :
હીન પણ ચારિત્રમાં હીન પણ, શુદ્ધ પ્રરૂપક એવા જ્ઞાનાધિકની કરવી જોઈએ=સેવા કરવી જોઈએ=સુસાધુએ સેવા કરવી જોઈએ, એ પ્રકારનું વચન હોવાથી, તેની પણ=સંવિઝપાક્ષિકની પણ, સેવા સુસાધુને ઉચિત છે. પરવા
* “વિ' માં “પિ' થી એ કહેવું છે કે ચારિત્રથી હીન ન હોય તેવા શુદ્ધ પ્રરૂપકની તો સેવા કરવી જોઈએ, પરંતુ ચારિત્રથી હીન પણ શુદ્ધ પ્રરૂપક સાધુની સુસાધુએ સેવા કરવી જોઈએ. ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્રાનુસારી આચાર પાળવા સમર્થ નથી, તેથી આચારમાં હીન છે, તેવા પણ શુદ્ધકરૂપક ગુણવાળા અને જ્ઞાનમાં પોતાનાથી અધિક તેવા સંવિગ્નપાક્ષિક સાધુઓની સેવા સુસાધુએ કરવી જોઈએ, આ પ્રકારનું શાસ્ત્રવચન છે. તેથી શુદ્ધ પ્રરૂપણા કરનારા સંવિગ્નપાક્ષિકની સેવા સુસાધુએ કરવી ઉચિત છે.
જોકે સુસાધુ ચારિત્રના પરિણામવાળા હોય છે અને શાસ્ત્રવચનઅનુસાર ક્રિયા કરનારા હોય છે, તેથી ચારિત્રમાં શિથિલ સાધુની સેવા કરે નહિ, પરંતુ વિષમકાળના દોષના કારણે ગીતાર્થ સુસાધુ ન મળે ત્યારે સુસાધુઓ પણ “પતિ શાસ્ત્રતત્ત્વ રૂતિ ગુરુ:' એ વ્યુત્પત્તિથી, જે ભગવાનના શુદ્ધમાર્ગને બતાવે છે તેવા શુદ્ધપ્રરૂપક સંવિગ્નપાક્ષિકને અપવાદથી ગુરુરૂપે સ્વીકારીને તેમના વચનઅનુસાર પ્રવૃત્તિ કરીને સંયમની શુદ્ધિ કરે છે, અને તેમની આજ્ઞાની આરાધનાથી અગીતાર્થ એવા પણ સુસાધુ ગુરુ આજ્ઞાઆરાધનરૂપ ગુણને પ્રાપ્ત કરે છે. જો સુસાધુ શુદ્ધકરૂપક અને જ્ઞાનથી અધિક એવા સંવિગ્નાસિકની સેવા ન કરે અને તેમની આજ્ઞામાં ન રહે તો અગીતાર્થ હોવાના કારણે સુસાધુપણું રહે નહિ. ૨૧૩
અવતરણિકા :
ગુરુની આજ્ઞાની આરાધના માટે કેવા ગુરુની નિશ્રા સ્વીકારવી જોઈએ તે વાત ગાથા-૧૭૧થી બતાવવાનું શરૂ કરેલ. ત્યારપછી ગાથા-૧૭૭માં બતાવ્યું કે કલિકાલના દોષથી એકાદિગુણથી હીન પણ