________________
૨૮૬
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૧૦-૨૧૧-૨૧૨
શુદ્ધ માર્ગના પક્ષપાતી છે, માટે પાપ બાંધતા નથી. તેથી ગાથા-૨૦૮માં કહ્યું કે સંવિગ્નપાક્ષિક કર્મોને શિથિલ કરે છે. //ર૧oો.
અવતરણિકા :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે આચારોમાં શિથિલ હોવા છતાં સંવિગ્નપાક્ષિક પાપશ્રમણ નથી. તેને જ દઢ કરવા માટે કહે છે –
ગાથા :
किं पुण तित्थपभावणवसेण एसो पसंसणिज्जगुणो । सद्धाणुमोअणाए, इच्छाजोगा य जं भणियं ॥२११॥ किंपुनस्तीर्थप्रभावनावशेन, एष प्रशंसनीयगुणः ।
श्रद्धानुमोदनया इच्छायोगाच्च यद् भणितम् ॥२११।। ગાથાર્થ :
વિપુE=સંવિઝપાક્ષિક પાપભ્રમણ નથી, તો વળી કેવા છે? તેથી કહે છે- તીર્થની પ્રભાવનાના વશથી આ=સંવિઝપાક્ષિક, પ્રશંસનીય ગુણવાળા છે પ્રશંસા કરવા યોગ્ય ગુણવાળા છે; કેમ કે શ્રદ્ધા અને અનુમોદના છે સુસાધુના ગુણો પ્રત્યે રુચિ છે અને સુસાધુના ગુણોની અનુમોદના છે, અને ઇચ્છાયોગ છે સુસંયમ પાળવાની બળવાન ઇચ્છા છે, એ રૂપ ઇચ્છાયોગ છે; જે કારણથી કહેવાયું છે. ર૧૧ાા ભાવાર્થ :
સંવિગ્નપાણિક શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયા હોય છે. પોતે સંયમમાં શિથિલ હોવા છતાં શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરીને તીર્થની પ્રભાવના કરે છે. તેથી તે ગુણને કારણે સંવિગ્નપાક્ષિક પ્રશંસાપાત્ર છે, પરંતુ નિંદાપાત્ર નથી, માટે શાસ્ત્રકારોએ તેમને પાપી કહ્યા નથી. વળી, સંવિગ્નપાક્ષિકને સંયમ પ્રત્યે બળવાન રુચિ છે અને સંયમીના સંયમગુણની અનુમોદના કરનારા છે માટે પ્રશંસાપાત્ર છે. વળી, પોતે સંયમમાં પ્રમાદવાળા હોવા છતાં શુદ્ધ સંયમના પાલનની ઇચ્છા તેઓમાં વર્તે છે. તેથી ક્યારેક ક્યારેક સ્વશક્તિ અનુસાર સંયમનાં અનુષ્ઠાનો અપ્રમાદથી સેવે પણ છે. માટે સંવિગ્નપાક્ષિક શુદ્ધ સંયમના રાગપૂર્વક કોઈ કોઈ અનુષ્ઠાનો શાસ્ત્રાનુસાર પણ કરે છે. તેથી સંવિગ્નપાક્ષિકનું પ્રમાદવાળું સંયમ પણ ઇચ્છાયોગરૂપ છે. તેથી શાસ્ત્રયોગના સેવનથી થતી નિર્જરા તેઓને પ્રાપ્ત ન થતી હોવા છતાં ઇચ્છાયોગના સેવનથી તેઓને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. માટે ત્રુટિવાળું પણ તેઓનું સંયમનું અનુષ્ઠાન અનુમોદનીય છે, પણ નિંદાપાત્ર નથી. જે કારણથી “ઉપદેશમાલા'માં કહેવાયું છે, જે સ્વયં ગ્રંથકાર આગળ બતાવે છે. મેર ૧૧|| અવતરણિકા :
ગાથા-૨૧૧માં કહ્યું કે તીર્થની પ્રભાવના કરનારા હોવાથી, સન્માર્ગમાં શ્રદ્ધા હોવાથી, સુસાધુની અનુમોદના હોવાથી અને ઇચ્છાયોગનું ચારિત્ર હોવાથી સંવિગ્નપાક્ષિક પ્રશંસા કરવા યોગ્ય છે. અને તેની