________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૦૮-૨૦૯-૨૧૦
૨૮૫
પ્રશંસા કરે છે, પરંતુ પોતે પ્રમાદથી જે શિથિલ આચરણ કરે છે તેને છુપાવવા પ્રયત્ન કરતા નથી. વળી ચારિત્ર પાળનારા સુસાધુ પ્રત્યે સંવિગ્નપાક્ષિકને ભક્તિ હોય છે; તેથી ઔષધ આદિ દ્વારા સુસાધુની ભક્તિ કરે છે, બીજા પાસે કરાવે છે અને બીજા ભક્તિ કરતા હોય તેની અનુમોદના પણ કરે છે. પોતે સંયમમાં શિથિલ હોવા છતાં શુદ્ધ સંયમ પ્રત્યે સંવિગ્નપાક્ષિકને અતિરાગ છે, તે શુદ્ધ સંયમની ઉપબૃહણાથી અને શુદ્ધ સંયમની પ્રરૂપણાથી અને સુસાધુની ભક્તિથી અભિવ્યક્ત થાય છે; અને શુદ્ધ સંયમનો રાગ હોવાથી સંવિગ્નપાક્ષિક શુદ્ધ સંયમનાં પ્રતિબંધક કર્મોને શિથિલ કરે છે અને જન્માંતરમાં જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિને પ્રાપ્ત કરે છે, એમ પૂર્વ ગાથા સાથે સંબંધ છે. ૨૦૮-૨૦૯ અવતરણિકા :
ગાથા-૨૦૮ અને ગાથા-૨૦૯માં કહ્યું કે સંવિઝપાક્ષિક સંયમમાં શિથિલ હોવા છતાં વિશુદ્ધ એવા ચરણકરણની ઉપબૃહણા કરતા અને પ્રરૂપણા કરતા અને સુસાધુની ભક્તિ કરતા પોતાનાં જ્ઞાનાવરણાદિ કર્મને શિથિલ કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે સંયમમાં શિથિલ હોવાના કારણે કર્મબંધ કરે છે તેમ કેમ ન કહ્યું? તેથી કહે છે. -
ગાથા :
एयारिसो ण पावो, असंजओ संजओ त्ति जंपंतो । भणिओ तित्थयरेणं जं पावो पावसमणिज्जे ॥२१०॥ एतादृशो न पापः असंयतः संयत इति जल्पन् ।
भणितस्तीर्थकरेण यत्पापः पापश्रमणीये ॥२१०।। ગાથાર્થ :
આવા પ્રકારના=ગાથા-૨૦૮, ૨૦૯માં બતાવ્યું એવા પ્રકારના, સંવિગ્નપાક્ષિક પાપ નથી=પાપી નથી; ગંજે કારણથી, અસંગતને સંયત કહેતા=પોતે અસવંત છે છતાં સંવત છે, એ પ્રમાણે બોલતા સાધુ તીર્થકર વડે પાપગ્નમણીય અધ્યયનમાં પાપ પાપી કહેવાયા છે. ર૧ના ભાવાર્થ :
ગાથા-૨૦૮માં કહેલ કે સંવિગ્નપાક્ષિક શિથિલ છે. તેથી કોઈકને શંકા થાય કે સંયમના આચારમાં જે શિથિલ હોય તેને પાપી કહેવો જોઈએ. તેના નિવારણ માટે કહે છે- જે સાધુ સંયમમાં શિથિલ હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા કરે છે અને સુસાધુની ભક્તિ કરે છે, તેવા સાધુ સંયમમાં શિથિલ હોવા છતાં પાપી નથી; કેમ કે પાપી સાધુને બતાવનાર પાપશ્રમણીય નામનું જે ઉત્તરાધ્યયનનું અધ્યયન છે, તેમાં કહ્યું છે કે “જે સાધુ શિથિલ હોવા છતાં પોતે સંયમી છે તેમ લોક આગળ બોલે છે તે પાપી છે.” તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમના ભારને વહન કરવા માટે અસમર્થ છે, છતાં શુદ્ધ પ્રરૂપણા કરે છે, અને લોક આગળ પોતે સંયમી નથી તેમ બતાવીને સંયમનો શુદ્ધ માર્ગ બતાવે છે, અને સુસાધુના સંયમની પ્રશંસા કરે છે, તેવા સંવિગ્નપાક્ષિક આચારમાં શિથિલ હોવા છતાં