________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૨૧૨
પુષ્ટિ માટે ગાથા-૨૧૧ના અંતમાં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે.” તેથી તે કથનની પુષ્ટિ માટે ઉપદેશમાલાની ગાથા બતાવે છે
—
511211 :
नाणाहिओ वरतरो, हीणो वि हु पवयणं पभावंतो । णय दुक्करं करतो, सुठु वि अप्पागमो पुरिसो ॥२१२॥ ज्ञानाधिको वरतरो हीनोऽपि खलु प्रवचनं प्रभावयन् । न च कुर्वन्दुष्करं सुष्ट्वप्यल्पागमः पुरुषः ॥ २१२॥
ગાથાર્થ :
૨૮૭
હીન=ચારિત્રીની અપેક્ષાએ હીન, પણ જ્ઞાનથી અધિક, પ્રવચનની પ્રભાવના કરતા પ્રધાનતર છે. દુષ્કરને=માસક્ષમણાદિ દુષ્કરને, સુંદર પણ કરતા અલ્પ આગમવાળા=અલ્પ બોધવાળા પુરુષ પ્રધાનતર નથી જ. ||૨૧૨
ટીકા ઃ
'नाणाहिओ गाहा, ज्ञानाधिको वरतरमाविष्टलिङ्गत्वात् प्रधानतरः हीनोऽपि चारित्रापेक्षया, हुरलङ्कारे, प्रवचनं सर्वज्ञागमं प्रभावनयन् वादव्याख्यानादिभिरुद्भावयन्, न च नैव दुष्करं मासक्षपणादि सुष्वपि कुर्वत्रल्पागमः स्तोकश्रुतः पुरुषो वरतरमिति ॥ ४२३ ॥ ( उपदेशमाला)
ટીકાર્થ ઃ
ચારિત્રીની અપેક્ષાએ હીન પણ જ્ઞાનથી અધિક એવા સંવિગ્નપાક્ષિક, આવિષ્ટલિંગપણું હોવાને કારણે=સંયમના રાગથી વ્યાપ્ત સંયમનો વેશ હોવાને કારણે, વરતર છે=પ્રધાનતર છે. કેવા સંવિગ્નપાક્ષિક પ્રધાનતર છે ? એથી કહે છે—– સર્વજ્ઞના આગમરૂપ પ્રવચનની પ્રભાવના કરતા=વાદ અને વ્યાખ્યાનઆદિ દ્વારા સર્વજ્ઞના આગમને ઉદ્ભાવન કરતા, સંવિગ્નપાક્ષિક પ્રધાનતર છે એમ અન્વય છે. માસક્ષમણઆદિ દુષ્કરને સુંદર પણ કરતા અલ્પઆગમવાળા પુરુષ પ્રધાનતર નથી જ.
ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયા હોય, આમ છતાં સંયમના ભારને શાસ્ત્રાનુસાર વહન કરવા અસમર્થ છે, તેવા સંવિગ્નપાક્ષિક ચારિત્રની અપેક્ષાએ હીન છે, તોપણ તેઓ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે છે. વળી વાદ અને વ્યાખ્યાન આદિ પ્રવૃત્તિ દ્વારા ભગવાનના આગમરૂપ પ્રવચનની પ્રભાવના કરતા તેઓ સંયમના બદ્ધ રાગથી આવિષ્ટ સંયમનું લિંગ હોવાને કારણે પ્રધાનતર આરાધક છે. અર્થાત્ સુસાધુની જેમ પૂર્ણ આરાધક નથી તોપણ અલ્પશાસ્ત્ર ભણેલા અને દુષ્કર અનુષ્ઠાનોને સુંદર રીતે પણ કરનારા સાધુ કરતાં અધિક આરાધક છે; કેમ કે આવા સંવિગ્નપાક્ષિક સાધુ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરીને ઘણા યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવે છે અને શાસનની પ્રભાવના કરે છે, અને પોતે પણ શુદ્ધ સંયમના રાગવાળા છે, તેથી અલ્પબોધવાળા માસક્ષમણાદિ આરાધન કરનારા કરતાં પણ અધિક આરાધક છે. ૫૨૧૨॥