________________
૨૬૨
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૯૨ થી ૧૯૪
અન્વયાર્થ :
ગદ હવે, આપુછય-ગુરુને પૂછીને, માન=પ્રસ્થિત વખ૩મત્રોવયારા ૩વસંપાઈi=કલ્પિક આભા ઉપચારવાળા ઉપસંપદા સ્વીકારનારા એવા, તે તેઓનો, નદ વિમો વિ જે પ્રમાણે ધર્મવિનય પણ, પરમો પરમ છે, તદતે પ્રમાણે, તેદિકશૈલકસૂરિના ૫૦૦ શિષ્ય વડે, હાવિસ્ફવિ પંથઅમુનિ=સ્થાપિત પણ પંથકમુનિનો, જયવ્યો ધર્મવિનય પરમ જાણવો. ૧૯૩ - ઉત્તરાધ૧૯૪ ગાથાર્થ :- હવે ગુરુને પૂછીને અન્ય ગચ્છ પ્રસ્થિત, કલ્પિક આભાવ્ય ઉપચારવાળા ઉપસંપદા રવીકારનારા એવા તેઓનો તે સાધુઓને જે પ્રમાણે ધર્મવિનય પણ પરમ છે, તે પ્રમાણે લકસૂરિના ૫૦૦ શિષ્ય વડે સ્થાપિત પણ પંથકમુનિનો ધર્મવિનય પરમ જાણવો. ll૧૯૩-ઉત્તરાધ૧૯૪l ભાવાર્થ :
ગાથા-૧૮૩માં શંકા કરેલ કે શૈલકસૂરિ મૂળગુણયુક્ત હોવા છતાં અત્યંત પ્રમાદી હોવાને કારણે જો ૫૦૦ શિષ્યોને ગુરુને છોડીને જવું ઉચિત હતું, તો પંથકમુનિને પણ ગુરુને છોડીને જવું ઉચિત ગણાય. આ પ્રકારની શંકાના નિવારણ માટે કલ્પભાષ્યના વચનથી સમર્થન કરે છે.
કલ્પભાષ્યમાં કહ્યું છે કે “જે સાધુ ધર્મવિનય માટે ગુરુને પૂછીને જ્યાં અધિક ધર્મવિનય થાય તેવા ગચ્છની ઉપસંપદા સ્વીકારે ત્યારે અન્ય ગચ્છમાં પ્રસ્થિત એવા તે સાધુને વૈયાવચ્ચથી પરમ ધર્મવિનય પ્રાપ્ત થાય છે”, તેમ ગીતાર્થ એવા શૈલકસૂરિના ૫૦૦ સાધુઓએ ઉપકારી અને ગુણવાન એવા ગુરુની વૈયાવચ્ચ માટે પંથકમુનિને સ્થાપન કરેલ, અને પંથકમુનિએ પણ ગુરુની સાથે રહીને ગુરુની વૈયાવચ્ચ કરી, તેથી પંથકમુનિને પરમ ધર્મવિનયની પ્રાપ્તિ થઈ. માટે ગાથા-૧૮૩માં કહેલ કે જો શિથિલ એવા ગુરુને છોડીને ૫૦૦ સાધુને ગમન ઉચિત હતું, તો ૫૦૦ સાધુની જેમ પંથકમુનિને પણ જવું ઉચિત ગણાય, તે શંકાનું નિવારણ થઈ જાય છે.
પ્રસ્તુત ગાથામાં ધર્મવિનય માટે અન્ય ગચ્છમાં પ્રસ્થિત એવા ઉપસંપદા સ્વીકારનારનું વિશેષણ કહ્યું કે “કલ્પિક આભાવ્ય ઉપચારવાળા એવા ઉપસંપદા સ્વીકારનારનો પરમ ધર્મવિનય છે.” ત્યાં “કલ્પિક આભાવ્ય ઉપચાર' શબ્દથી એ કહેવું છે કે “બૃહત્કલ્પભાષ્યમાં પાંચ પ્રકારની ઉપસંપદા બતાવી છે, અને તે પાંચે ઉપસંપદામાંથી કોઈપણ ઉપસંપદા સ્વીકારનારથી બોધ પામીને દીક્ષા લેવા માટે તૈયાર થયેલા કોના આભાવ્ય થાય ? અર્થાત્ કોના શિષ્ય બને ? તેનો વિભાગ બતાવેલ છે. તેમાં વિનય ઉપસંપદા માટે જે સાધુ અન્ય ગુરુ પાસે ગયેલા હોય તેનાથી ધર્મ પામીને કોઈ જ્ઞાત-અજ્ઞાત દીક્ષા લેવા માટે તૈયાર થાય, તે સર્વ તે સાધુના આભાવ્ય થાય અર્થાત્ વૈયાવચ્ચ કરનારના શિષ્યો થાય, એ પ્રકારનું આભાવ્ય કલ્પ છે. તેથી ઉપસંપદા સ્વીકારનાર સાધુ કલ્પિક આભાવના ઉપચારવાળા કહેવાય અર્થાત્ તેવા કલ્પિક આભાવના વ્યવહારવાળા કહેવાય, અને તેવા ઉપસંપદા સ્વીકારનાર સાધુને પરમ ધર્મવિનય પ્રાપ્ત થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે અન્ય ગચ્છમાં જે સાધુ વૈયાવચ્ચ માટે ગયેલા હોય અને તે વૈયાવચ્ચ કરનારાથી પ્રતિબોધ પામીને જે કોઈ દીક્ષા લેવા માટે તૈયાર થયા હોય, તે સર્વ તે વૈયાવચ્ચ કરનારના