________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૯૨ થી ૧૫
૨૬૩
શિષ્ય બને, પરંતુ જે ગચ્છમાં ગયા છે તે ગચ્છના તે શિષ્યો બને તેવો કલ્પ નથી. આવા કલ્પિક વ્યવહારવાળા ઉપસંપદા સ્વીકારનારા શાસ્ત્રીય મર્યાદાથી અન્ય ગચ્છમાં ગયેલા હોવાથી ત્યાં રહીને પણ પોતાનાથી પ્રતિબોધ પામેલા શિષ્યોને પોતાના શિષ્યો બનાવે તેમાં કોઈ દોષ નથી, અને તેઓ ત્યાં રહીને જે વૈયાવચ્ચ કરે છે તેનાથી તેઓને પરમ ધર્મવિનયની પ્રાપ્તિ થાય છે. તેની જેમ શૈલકસૂરિના ૫૦૦ શિષ્યો વડે સ્થાપિત પંથકમુનિને પણ ગુરુની વૈયાવચ્ચ કરીને પરમ ધર્મવિનયની પ્રાપ્તિ થઈ. ૧૯૩ઉત્તરાધ૧૯૪ll
અવતરણિકા :
ગાથા-૧૯૩ના ઉત્તરાર્ધ અને ગાથા-૧૯૪થી સ્થાપન કર્યું કે “૫૦૦ શિષ્યો વડે સ્થાપિત પંથકમુનિને શૈલકસૂરિની સેવા કરવાથી પરમ ધર્મવિનયની પ્રાપ્તિ થઈ” એ કથનથી સ્થાનકવાસીના મતનું નિરાકરણ થાય છે, તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
एसो वि अ सिढिलोत्ति य, पडिमारिमयं हयं हवइ इत्तो । जं साहुहि ण सिढिलो, तक्कज्जे अणुमओ होइ ॥१९५॥ एषोपि च शिथिल इति च, प्रतिमारिमतं हतं भवतीतः ।
यत्साधुभिर्न शिथिलस्तत्कार्येऽनुमतो भवति ॥१९५।। અન્વયાર્થ :
ફો=આનાથી=ગાથા-૧૯૩ના ઉત્તરાર્ધ અને ગાથા-૧૯૪થી સ્થાપન કર્યું કે પંથકમુનિને પરમધર્મવિનયની પ્રાપ્તિ છે એનાથી, અો વિ =આ પણ=પંથકમુનિ પણ શિથિલ હતા એ પ્રમાણે, પરિમારિમયંક પ્રતિમાશત્રુનો મત=સ્થાનકવાસીનો મત, યં વહણાયેલો થાય છેઃનિરાકૃત થાય છે, ગં=જે કારણથી, તળેિ–તેના કાર્યમાં=શિથિલાચારી એવા શૈલકસૂરિના શિથિલાચારના પોષણ કરવારૂપ કાર્યમાં, સાદિક સાધુઓ વડે, સિદ્ધિત્નો શિથિલ એવા પંથકમુનિ, મન રોડ્ર=અનુમત થાય નહિ. ગાથાર્થ :
આનાથી પંથકમુનિ પણ શિથિલ છે એ પ્રકારનો સ્થાનકવાસીનો મત હણાયેલો થાય છે, જે કારણથી શિથિલાચારના કાર્યમાં સાધુઓ વડે શિથિલ એવા પંથકમુનિ અનુમત થાય નહિ. I૧૫ ભાવાર્થ - પંથકમુનિને શિથિલાચારી સ્વીકારીને પ્રતિમાની અપૂજ્યતાની સ્થાપનાની સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ :
સ્થાનકવાસી પ્રતિમાને અપૂજ્ય માને છે અને આગમમાં દ્રૌપદીઆદિએ પ્રતિમાની પૂજા કરી છે તેવાં વચનો મળે છે, અને તે આગમવચનથી પ્રતિમા પૂજ્ય સિદ્ધ થતી નથી, એમ બતાવવા માટે કહે છે
શૈલકસૂરિ શિથિલ હતા, તેમ શિથિલ એવા ગુરુની વૈયાવચ્ચ કરનાર પંથકમુનિ પણ શિથિલ હતા; કેમ કે શિથિલ એવા ગુરુની શિથિલતાનું પોષણ કરે તેવી ક્રિયા જે કરે તે શિથિલાચારી કહેવાય. તેથી