________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૦૩-૨૦૪
૨૭૩
ગાથાર્થ :
ક્યારેક દુષ્ટ અવસ્થાને પ્રાપ્ત, પૂર્વમાં વર્ણન કર્યું એવા મૂળગુણના અભંગરૂપ ગુણયુક્ત એવા ગુરુની સેવા, પંથકમુનિના દષ્ટાંતથી નિર્દોષ જ્ઞાતવ્ય છે. ૨૦ગા. ભાવાર્થ :
ગુણવાન ગુરુ, કોઈક નિમિત્તને પામીને સંયમમાં પ્રમાદવાળા થયા હોય ત્યારે તેઓ વિનાશ તરફ જઈ રહ્યા છે, તેથી દુષ્ટ અવસ્થાને પામેલા છે. આમ છતાં પ્રાયશ્ચિત્તની દષ્ટિથી વિચારીએ તો તેમને છેદ પ્રાયશ્ચિત્તથી અધિક પ્રાયશ્ચિત્ત આવતું નથી. આવા ગુરુ વ્યવહારનયથી મૂળગુણથી યુક્ત પણ છે, તેથી તેમની પંથકમુનિના દષ્ટાંતથી સેવા કરવી તે નિર્દોષ છે અર્થાત્ સેવા કરવી શિષ્ય માટે ઉચિત કર્તવ્ય હોવાથી કલ્યાણનું કારણ છે. તેથી ગુરુ પ્રમાદી છે તેમ વિચારીને ગુરુની સેવા મૂકી દેવી તે ઉચિત કર્તવ્યરૂપ નથી, પરંતુ સંયમના આરાધક સાધુએ તે ગુણવાન ગુરુને માર્ગમાં લાવવા માટે તે પંથકમુનિની જેમ ઉચિત યત્ન કરવો જોઈએ. ૨૦૩ી.
અવતરણિકા :
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે “શૈલકસૂરિ પ્રમાદવાળા હતા તોપણ મૂળગુણથી રહિત નહિ હોવાથી તેમની વૈયાવચ્ચ કરનાર પંથકમુનિને પરમધર્મવિનયની પ્રાપ્તિ થઈ” આ વચનનું અવલંબન લઈને જે ગુરુ પોતાના પ્રમાદની ઉપેક્ષા કરીને શિષ્યને કહે કે “પંથકમુનિએ ઉત્તરગુણની સ્કૂલનાવાળા ગુરુની સેવા કરી તે ઉચિત છે તેમ અમારી પણ ઉત્તરગુણની અલનાઓ હોવા છતાં અમે પણ પૂજનીય છીએ” તે વચન ઉન્માર્ગરૂપ છે, એમ બતાવવા અર્થે કહે છે – ગાથા :
जे पुण गुणेहि हीणा, मिच्छट्ठिी य सव्वपासत्था । पंथगणाया मुद्धे, सीसे बोलंति ते पावा ॥२०४॥ ये पुनर्गुणैर्हाना मिथ्यादृष्टयश्च सर्वपार्श्वस्थाः ।
पन्थकज्ञातान्मुग्धान्, शिष्यान्बोडयन्ति ते पापाः ॥२०४।। ગાથાર્થ :
જે વળી, ગુણોથી હીન, મિથ્યાદષ્ટિ અને સર્વપાસસ્થા છે, પાપી એવા તેઓ પંથકમુનિના દાંતથી મુગ્ધ શિષ્યોને ડુબાડે છે. ૨૦૪ ભાવાર્થ :
શૈલકસૂરિ શિથિલ થયા ત્યારે પંથકમુનિએ તેમની જે વૈયાવચ્ચ કરી તેની શાસ્ત્રમાં પ્રશંસા કરી છે. તે વચનનું અવલંબને લઈને જે સાધુ પોતે ઉત્તરગુણની વિપરીત આચારણા કરે છે અને ઉત્તરગુણની વિપરીત આચરણા પ્રત્યે ઉપેક્ષાવાળા છે, તે સાધુ પોતાના શિષ્યોને કહે કે “જેમ પંથકમુનિએ ઉત્તરગુણની