________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૦૬
૨૯
શ્રાવકના કુળમાં=ઘરમાં પ્રવેશ્યા અને શ્રાવિકા તેમને જોઈને હર્ષવાળી અને તોષવાળી થઈ. આહારના ગ્રહણ માટે ઘરમાં તે શ્રાવિકાએ પ્રવેશ કર્યો, ત્યાં સુધી ઘરના દ્વારનું અવલોકન કરીને સાધુ આહાર ગ્રહણ કર્યા વગર અને કાંઈ બોલ્યા વગર પ્રતિનિવૃત્ત થયા પાછા ફર્યા. શ્રાવિકા પણ બહાર આવે છતે તે સાધુને નહિ જોતી અપુણ્યવાળી હું છું, અધન્ય હું છું વગેરે એ પ્રમાણે બોલતી દ્વારમાં ઊભી રહી. તે ક્ષણમાં જ બીજા મુનિ આહાર માટે આવ્યા. તેને આહાર વહોરાવીને શ્રાવિકાએ કહ્યું, હે મુનીશ્વર ! એક સાધુ મારા ઘરે આવેલા. તેમણે ભિક્ષા ગ્રહણ ન કરી. પછીથી તમારું આગમન થયું. તેમના વડે ક્યા નિમિત્તે ભિક્ષા ગ્રહણ ન કરાઈ? તે સાધુ બોલે છે- “આવા પ્રકારના (વહોરાવવાના) ભાવને ભાંગનારા પાખંડ આચારવાળા ઘણા વર્તે છે.” શ્રમણોપાસિકા તેમના વચનને સાંભળીને અત્યંત દુઃખને પામી. ત્યારપછી ત્રીજા સાધુ આહાર માટે તે ઘરમાં આવ્યા. તેમને પણ વહોરાવીને પ્રથમ સાધુનો વૃત્તાંત કહ્યો. તે સાધુ બોલે છે, હે ભદ્રે ! તારા ઘરનું દ્વાર નીચું વર્તે છે તે કારણથી તેમના વડે ભિક્ષા ગ્રહણ ન કરાઈ, જે કારણથી આગમમાં કહેવાયું છે :
નીચા દ્વારને, અંધકારને અને કોઠારગતને પરિવર્જન કરે.” જ્યાં પ્રાણી જીવો, અચક્ષુનો વિષય છે અને દુષ્પતિલેખ છે=જેનુ ચક્ષુથી પડિલેહણ કરવું દુષ્કર છે. ll૧al
હું તો વેશમાત્રધારી છું. મારા વડે સાધુનો આચાર પાળવા માટે શક્ય નથી. મારું જીવન નિષ્ફળ છે. તે વળી મહાત્મા ધન્ય છે કૃતકૃત્ય છે, જે મુનિઓના આચારને પાળે છે. તે પણ આ ત્રીજા સાધુ પણ સ્વસ્થાનમાં ગયા.
અહીં=આ કથામાં ભાવના આ પ્રમાણે છે
જે તે પ્રથમ સાધુ છે તે શુક્લપક્ષવાળા હંસપક્ષી સમાન છે; જે કારણથી તે હંસની બને પણ પાંખો શુક્લ હોય છે એ રીતે શુક્લપાક્ષિક એવા પણ સાધુ અંદરથી અને બહારથી નિર્મળપણું હોવાના કારણે બન્ને પ્રકારે પણ શુક્લ છે. આ પ્રથમ સાધુ સુસાધુ છે, તે સુસાધુના હૈયામાં ભગવાનના વચનનો અત્યંત રાગ છે તેથી અંદરથી નિર્મળ છે, અને બાહ્ય રીતે પણ ભગવાનના વચનના સ્મરણપૂર્વક ભિક્ષાઆદિ સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તેથી બાહ્ય આચારોથી પણ નિર્મળ છે, માટે શુક્લપાક્ષિક છે. જેમ હંસપક્ષી અંદર અને બહાર શુક્લ પાંખવાળો છે, તેમ આ સુસાધુ પણ અંદરથી અને બહારથી મોક્ષને અનુકૂળ શુક્લભાવવાળા છે.
બીજા સાધુ કાગડા જેવા કૃષ્ણપાક્ષિક જાણવા. જે કારણથી તે કાગડાની બને પણ પાંખો કૃષ્ણ કાળી હોય છે એ રીતે કૃષ્ણપાક્ષિક એવા પણ સાધુ અંદરથી અને બહારથી મલિનપણાને કારણે બન્ને રીતે પણ મલિન છે. આ બીજા પ્રકારના સાધુ સર્વપાસસ્થા છે અને મિથ્યાદૃષ્ટિ છે, આથી સુસાધુની નિંદા કરે છે અને અંતઃવૃત્તિથી ગુણના દ્વેષી છે માટે મલિન છે, અને બાહ્યઆચરણાથી અચારિત્રીની આચરણા કરે છે, માટે બહારથી પણ મલિન છે. તેથી કાગડાની બન્ને પાંખ જેમ કાળી હોય છે, તેમ બીજા પ્રકારના સાધુ અંતઃવૃત્તિથી અને બાહ્યઆચરણાથી મલિનભાવવાળા હોય છે.
ત્રીજા સાધુ સંવિગ્નપાક્ષિક ચક્રવાક જેવા જાણવા, જે કારણથી ચક્રવાકની બહારની પાંખ મલિન હોય અને અંદરની પાંખ શુક્લ હોય એ રીતે સંવિગ્નપાક્ષિક સાધુ પણ બહારથી મલિન અને અંદરથી શુક્લ છે. આ ત્રીજા પ્રકારના સાધુ સંવિગ્નપાક્ષિક છે, જેના હૈયામાં ભગવાનના વચનનો રાગ છે. આથી