________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૦૭-૨૦૮
૨૮૧
ટીકા :
व्याख्या-यद्यपि न शक्यं कर्तुं-विधातुं कथं सम्यक्-त्रिकरणशुद्ध्या जिनभाषितं केवल्युक्तमनुष्ठानं-क्रियाकलापरूपं ततो यथा क्षीणरागैः वीतरागैर्भणितंकथितं तथा सम्यग्-अवितथं માવે-પ્રપવિતિ છે થાઇઃ (અછાવાર) રૂરૂા ટીકાર્ય :
જો વળી, જિનભાષિત કેવલીએ કહેલું ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન કરવા માટે શક્ય ન હોય, કેવી રીતે શક્ય ન હોય ? એથી કહે છે- સમ્યકત્રિકરણ શુદ્ધિથી=મન, વચન અને કાયાની શુદ્ધિથી, કરવું શક્ય ન હોય, તો જે પ્રમાણે વીતરાગ વડે કહેવાયેલું છે, તે પ્રમાણે સમ્યક યથાર્થ, પ્રરૂપણા કરવી જોઈએ. ભાવાર્થ :
ગચ્છાચારમાં કહ્યું છે કે જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી મન, વચન અને કાયાની શુદ્ધિથી જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે ક્રિયાઓ કરવા સમર્થ ન હોય, તો જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે યથાર્થ પ્રરૂપણા તે સાધુએ કરવી જોઈએ, જેથી શુદ્ધાચારના પાલનથી મોક્ષપથમાં પ્રયાણ ન થઈ શકે તોપણ શુદ્ધ પ્રરૂપણાના બળથી મોક્ષપથમાં પ્રયાણ ચાલુ રહે. આ પ્રકારના શાસ્ત્રવચન અનુસાર સંવિગ્નપાક્ષિક શુદ્ધ પ્રરૂપણા કરનારા છે, માટે તેઓ પણ મોક્ષપથમાં છે, સંસારપક્ષમાં નથી. તેથી ગુરુ જ છે એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૨૦૭ અવતરણિકા :
ગાથા-૨૦૬માં કહ્યું કે શુદ્ધ પ્રરૂપણા કરનારા સંવિગ્નપાક્ષિક પણ મોક્ષપથમાં છે. તે જ સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગાથા :
ओसन्नो वि विहारे, कम्मं सोहेइ सुलहबोही अ । चरणकरणं विसुद्धं, उवबूहंतो परूवंतो ॥२०८॥ अवसन्नोऽपि विहारे, कर्म शोधयति सुलभबोधिश्च ।
चरणकरणं विशुद्धं, उपबृंहयन्प्ररूपयन् ॥२०८॥ ગાથાર્થ -
વિહારમાં મુનિચર્યામાં, અવસાન પા=શિથિલ પણ સાધુ વિશુદ્ધ એવા ચરણકરણની ઉપબૃહણા કરતા અને પ્રરૂપણા કરતા કર્મ શોધે છેઃકર્મને શિથિલ કરે છે, અને સુલભબોધિ થાય છે=જન્માંતરમાં સુલભબોધિ થાય છે. ll૨૦૮ ટીકા :
व्याख्या-अवसन्नोऽपि-शिथिलोऽपि क्व? विहारे मुनिचर्यायां कर्मज्ञानावरणादि शोधयतिशिथिलीकरोतीत्यर्थः, सुलभा बोधिः-जिनधर्मप्राप्तिरूपं यस्यासौ सुलभबोधिः, एवंविधश्च प्रेत्यः