________________
૨૭૫
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૦૫-૨૦૬
હવે, ક્વચિત્ પૂર્ણ ગુણથી યુક્ત ગુરુ પણ ન મળે અને ચંડરુદ્રાચાર્ય જેવા એકાદિ ગુણથી હીન ગુરુ પણ ન મળે, તો શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારા સંવિગ્નપાક્ષિકને પણ ગુરુ તરીકે સ્વીકારવાની અપવાદિક વિધિ છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
चरणधरणाखमो वि अ, सुद्धं मग्गं परूवए जो सो । तेण गुणेण गुरु च्चिय, गच्छायामि जं भणियं ॥२०५॥ चरणधरणाक्षमोऽपि च, शुद्धं मार्ग प्ररूपयति यः सः ।
तेन गुणेन गुरुरेव, गच्छाचारे यद् भणितम् ॥२०५।। ગાથાર્થ :
ચારિત્રને ધારણ કરવામાં અસમર્થ પણ જે શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે છે, તે ગુણથી શુદ્ધ પ્રરૂપણાના ગુણથી, તે ગુરુ જ છે; જે કારણથી ગચ્છાચારમાં કહેવાયું છે. I૨૦પા ભાવાર્થ - સંવિઝપાક્ષિકનું સ્વરૂપ :
સંયમ ગ્રહણ કર્યા પછી કોઈ સાધુ શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયા હોય, તત્ત્વના જાણકાર હોય, આમ છતાં ચારિત્ર પાળવું અતિ દુષ્કર હોવાથી ચારિત્રની શુદ્ધ આચારણા કરવામાં અસમર્થ હોય, તોપણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે તે સાધુ ભાવથી ચારિત્રી નહિ હોવા છતાં શુદ્ધ માર્ગની પ્રરૂપણાના ગુણ વડે ગુરુ જ છે. અર્થાત્ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનારા ગુરુને આશ્રયીને જે સાધુ તેમની આજ્ઞા અનુસાર સંયમમાં યત્ન કરે, તે સાધુ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારા સંવિગ્નપાક્ષિક પાસેથી સારાવારણાદિ મેળવીને અને શુદ્ધ જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરીને પોતાના ચારિત્રના પરિણામને જિવાડી શકે છે; માટે અગીતાર્થ સુસાધુઓના તેઓ ગુરુ જ છે. તેથી વિષમ કાલને કારણે સંવિગ્નગીતાર્થ ગુરુ ન મળે તો સંવિગ્નપાક્ષિક ગુરુની આજ્ઞાના આરાધનથી પણ ભાવસાધુપણું જીવી શકે છે, તે બતાવવા અર્થે તેની સાક્ષીરૂપે ગ્રંથકાર ગચ્છાચારનો પાઠ આગળની ગાથામાં બતાવે છે. ૨૦૫ll અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે “જે કારણથી ગચ્છાચારમાં કહેવાયું છે તે કારણથી, ચારિત્રગુણથી રહિત પણ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનાર સાધુ પ્રરૂપણાગુણથી ગુરુ જ છે”. માટે હવે શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનાર ચારિત્રહીનને પણ ગુરુ તરીકે સ્વીકારવા માટે ગચ્છાચારનો પાઠ બતાવે છે –
ગાથા :
सुद्धं सुसाहुमग्गं, कहमाणो ठवइ तइअपक्खंमि । अप्पाणं इयरो पुण, गिहत्थधम्माओ चुक्कंति ॥२०६॥ शुद्धं सुसाधुमार्ग, कथयन् स्थापयति तृतीयपक्षे । आत्मानं इतरः पुनर्गुहस्थधर्माद् भ्रष्ट इति ॥२०६।।